Jaat on OTT: 2025 ની ધમાકેદાર એક્શન ફિલ્મ જાટ કયા ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ? જાણો વિગતો
Jaat Film OTT Release Date: આ વર્ષમાં સિનેમાઘરોમાં ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી એક હતી સની દેઓલ અને રણદીપ હુડ્ડાની જબરદસ્ત એક્શન ફિલ્મ જાટ. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર જોવા મળશે.
Trending Photos
Jaat Film OTT Release Date: સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ જાટ તમે સિનેમાઘરોમાં જોઈ શક્યા નથી તો તમે હવે ઓટીટી પર ઘર બેઠા જોઈ શકશો. જે લોકો જાટ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ગુડ ન્યુઝ છે.
સની દેઓલની એકશન ફિલ્મ જાટ વર્ષ 2025 ની હીટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું નિર્દેશન ગોપીચંદ માલિનેનીએ કર્યું છે. આ ફિલ્મની સ્ટોરી રસપ્રદ છે. 10 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા માટે રેડી છે.
જાટ ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે જે જાણકારી સામે આવી છે તે અનુસાર એકશનથી ભરપુર ફિલ્મ જાટ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. નેટફ્લિક્સે જાટ ફિલ્મના ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા છે. ચર્ચાઓ અનુસાર આ ફિલ્મ 5 જૂન 2025 ના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દર્શકોએ ફિલ્મની સ્ટાર કાસ્ટ, મ્યુઝીક અને તેની સ્ટોરીને ખૂબ પસંદ કરી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા ખતરનાક વિલન છે. ફિલ્મમાં સની દેઓલ બ્રિગેડિયર બલદેવ પ્રતાપ સિંહના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ શરુઆતથી અંત સુધી એકશન અને ઈમોશનથી ભરપુર છે.
જાટ ફિલ્મની બોક્સઓફિસ કમાણી 88 કરોડથી વધુની છે. જો કે ખાસ વાત એ છે કે જાટ ફિલ્મની સફળતા પછી સની દેઓલ એ જાટ 2 ફિલ્મનું એલાન પણ કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે