Ajmer Hotel Fire: અજમેરની હોટલમાં લાગેલી આગમાં અમરેલીના પરિવારે જીવ ગુમાવ્યો, એક જ ઘરના 3ના મોત

Ajmer Hotel Fire : રાજસ્થાનના અજમેરની તાજ હોટલમાં આગ લાગતા અમરેલીના 3 લોકોના થયા મોત... લાઠીના એક જ પરિવારના ત્રણ લોકોએ  ગુમાવ્યો જીવ... પતિ-પત્ની અને 3 વર્ષના પુત્રનું થયું કરુણ મોત... અનેક લોકો જીવ બચાવવા હોટલમાંથી નીચે કુદ્યા...

Ajmer Hotel Fire: અજમેરની હોટલમાં લાગેલી આગમાં અમરેલીના પરિવારે જીવ ગુમાવ્યો, એક જ ઘરના 3ના મોત

Amreli News : રાજસ્થાનના અજમેર હોટલમાં ગત રોજ લાગેલી આગમાં અમરેલીના પરિવારે જીવ ગુમાવ્યો છે. લાઠી શહેરના 3 લોકોના અગ્નિકાંડમાં મોત થયા છે. પતિ-પત્ની અને માસુમ પુત્ર ત્રણેય એકજ પરિવારના હોટલમાં હતા, તે સમય આગ લાગી હતી.

ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે અજમેરના દિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટેલમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં તે હોટલના પાંચમા માળે પહોંચી ગઈ. આ અકસ્માતમાં 4 લોકો જીવતા બળી ગયા, જેમાં 4 વર્ષનો માસૂમ બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. દોઢ વર્ષના બાળક સહિત ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. એક માતાએ તેના બાળકને આગથી બચાવવા માટે બારીમાંથી ફેંકી દીધું, જેને સામાન્ય ઈજાઓ થઈ.

વિસ્ફોટનો અવાજ આવ્યો અને પછી અંધાધૂંધી થઈ
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું કે આગ લાગતા પહેલા એસીમાં વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. તે અને તેની પત્ની કોઈક રીતે બહાર નીકળી ગયા. એક યુવકે પણ બારીમાંથી કૂદી પડ્યો અને તેને માથામાં ઈજા થઈ. ફાયર બ્રિગેડને પહોંચવામાં અડધો કલાક લાગ્યો. અજમેરના કલેક્ટર લોક બંધુએ જણાવ્યું હતું કે પોલીસ અને નાગરિક સંરક્ષણ ટીમોએ હોટલના તમામ માળની તપાસ કરી છે અને ત્યાં કોઈ મળ્યું ન હતું.

લાઠી શહેરમાં એક પરિવારના 3 લોકો અજમેર હોટલમાં આગ લાગતા મોતમાં અમરેલીના લાઠીનો પરિવાર ભડથુ થયો છે. 

મૃતકોના નામ

  • અલ્ફ્રેઝ હારૂનભાઇ નુરાની
  • શબનબેન નુરાની
  • પુત્ર અરમાન નુરાની (3 વર્ષ) 

પતિ-પત્ની પુત્ર ત્રણેય એકજ પરિવારના હોટલમાં રોકાયા હતા તે સમય આગ લાગી હતી. અનેક લોકોએ હોટલમાંથી જીવ બચાવવા કૂદ્યા હતા. લાઠીના એકજ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આજે ત્રણેય લોકોના મૃતદેહ વતન લાઠી લાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news