"તું ક્યા છે...મને લઇ જા...નહીંતર મારા ઘરના મને મારી નાખશે.." અને હકીકતમાં થયું પણ એવું જ...પુત્રીને પિતાએ જ મારી નાખી!

Banaskatha Honorkilling: બનાસકાંઠાના થરાદમાં ઓનરકિલિંગની ઘટના સામે આવી હતી. થરાદમાં ઓનરકીલિંગ મામલે લિવ ઇનમાં રહેતી પુત્રીને તેના પિતા અને કાકાએ દૂધમાં ઉઘની ગોળીઓ આપી ગળે ટૂંપો આપી હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો છે. હત્યાને છુપાવવા રાતોરાત પિતા અને કાકાએ અગ્નિ સંસ્કાર યુવતીના કર્યાં હતા. યુવતીના પ્રેમીએ બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને કાકા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

"તું ક્યા છે...મને લઇ જા...નહીંતર મારા ઘરના મને મારી નાખશે.." અને હકીકતમાં થયું પણ એવું જ...પુત્રીને પિતાએ જ મારી નાખી!

Banaskatha News: બનાસકાંઠાના થરાદમાં પ્રેમલગ્ન બાદ લિવ-ઇનમાં રહેતી એક યુવતીની તેનાજ પિતા અને કાકાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો હતો. આ મામલે યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા અને કાકા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. થરાદના રહેવાસી હરેશ ચૌધરીને દાંતીયા ગામની ચંદ્રિકા ચૌધરી સાથે પ્રેમસંબંધ હતો. યુવતીની નેટની પરીક્ષા પૂરી થયા બાદ તેના પરિવારે તેને આગળ ભણવાની ના પાડી હતી. ત્યારબાદ યુવતીએ યુવકને તેની સાથે લઈ જવા મેસેજ કર્યો હતો. મેસેજ બાદ યુવક યુવતીને થરાદથી અમદાવાદ લઈ વકીલની હાજરીમાં મૈત્રી કરાર કર્યા હતા. 

બાદમાં યુવતીના પરિવાર અને થરાદ પોલીસે યુવતી અને યુવકને રાજસ્થાનથી પરત થરાદ લાવ્યા હતા. થરાદ લાવ્યા બાદ 24 જૂનની રાત્રે ગળે ટૂંપો આપીને વહેલી સવારના પોસ્ટ મોર્ટમ કરાવ્યા વગર અગ્નિ સંસ્કાર કરી પુરાવાનો નાશ કરવાના યુવકે આરોપ લગાવ્યા હતા. યુવતીના પ્રેમી હરેશ ચૌધરીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. યુવતીના પ્રેમીએ યુવતીના પિતા વિરૂધ્ધ યુવતીને જાનથી મારી નાખી પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવ્યો હતો. આખરે થરાદ પોલીસે મૃતક ચંદ્રિકા ચૌધરીના પિતા સેધાભાઈ પટેલ અને કાકા શિવરામ પટેલ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

એટલું જ નહીં પણ આ હત્યાને છુપાવવા માટે તેઓએ રાતોરાત પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ યુવતીના અગ્નિસંસ્કાર કરી નાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ હરેશ ચૌધરીએ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. ત્યારબાદ તેણે યુવતીના પિતા અને કાકા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ સમાજમાં સન્માનના નામે થતી હત્યાઓ અને તેની ગંભીરતાને ઉજાગર કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news