ખેડૂતો માટે સારા સમાચાર, આ તારીખથી ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગની આગાહી
IMD Gujarat Alert: ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલાં વરસાદના તાત માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટ બાદ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં નવી સિસ્ટમ વરસાદ લાવી શકે છે.
Trending Photos
Gujarat Weather News; ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં 15 ઓગસ્ટથી ફરી વરસાદની નવી ઈનિંગ શરૂ થશે. હવામાન વિભાગ પ્રમાણે એક ટ્રફ સક્રિય થતાં ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. આવતીકાલથી ધીમે-ધીમે ચોમાસું જામશે અને 15 પછી ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં બનશે વરસાદી વાતાવરણ
હવામાન વિભાગ પ્રમાણે એક ટ્રફ સક્રિય થઈ રહ્યો છે. આગામી એક સપ્તાહમાં ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થશે. આગામી સપ્તાહ ખેડૂતો માટે ખુશી લાવી શકે છે. હવામાન વિભાગે 15 ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની આગાહી કરી છે, જેનો માહોલ આજથી શરૂ થઈ શકે છે.
15 ઓગસ્ટ બાદ ભરપૂર વરસાદની સંભાવના
રાજસ્થાન-પાકિસ્તાન સરહદ આસપાસ એક હળવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરાજ્યું છે. આ સિવાય ગુજરાતમાં એક ટ્રફ સક્રિય છે. આ કારણે અનુકૂળ વાતાવરણ મળતાં જ્યાં ભેજ હશે ત્યાં વરસાદ પડી શકે છે. સામાન્ય વરસાદી ઝાપટાં બાદ 15 ઓગસ્ટથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે
ગુજરાતમાં આવતીકાલથી વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. આ સાથે રાજ્યમાં વરસાદના એક નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે. 10 ઓગસ્ટથી વરસાદી ઝાપટાંમાં વધારો થશે અને 15 ઓગસ્ટથી મેઘરાજા મનમૂકીને વરસી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે 13 ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બની શકે છે. જેના કારણે 13થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વરસી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે