ગુજરાત શિક્ષણ વિભાગની મહત્વની સૂચના, પ્રાથમિક શાળાના શિક્ષકોનું મહેકમને લઈ મોટા સમાચાર
Gujarat Primary School Teachers: ગુજરાતના પ્રાથમિક શાળા શિક્ષકોના મહેકમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જી હા...31 જુલાઈની સ્થિતિએ પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમ તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. દર વર્ષે 31 જુલાઈએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું સેટઅપ રજીસ્ટર તૈયાર થાય છે.
Trending Photos
Primary Education: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31 જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે. એટલું જ નહીં, ઝીરો વિધાર્થીઓની સંખ્યા વાળી શાળાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શિક્ષક મેળવવા આભાસી વિદ્યાર્થીઓ અથવા તો સંખ્યા વધારે બતાવે એવી ઘટના ન બને તે પણ જોવા તાકીદે સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ ના ઠરાવના પ્રકરણ-C (1) ની જોગવાઈ મુજબ વિદ્યાર્થી-વિદ્યાસહાયક/શિક્ષકના પ્રમાણ અનુસાર દર વર્ષે 31 જુલાઇની સ્થિતિએ રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનું મહેકમ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે અનુસાર ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકનું મહેકમ મંજૂર કરવાનું થાય છે.
શૈક્ષણિક વર્ષ 2025-26 ના વર્ષ માટે પ્રાથમિક શિક્ષકોના મહેકમ મંજુરીની પ્રક્રિયા શરૂ કરવાની હોઈ આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ચાલુ વર્ષે પ્રવેશ મેળવેલ બાળકોની વિગતોની Child Tracking system (CTs) માં એન્ટ્રી/અપલોડ કરવાની કાર્યવાહી તા:- ૧૫/૦૭/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપેલ હતી. જે ધ્યાને લઈ તાઃ-૩૧ /૦૭/૨૦૨૫ ની સ્થિતિએ શાળામાં દાખલ થયેલ તમામ બાળકોની વિગતો CTS પોર્ટલ પર અપલોડ થાય તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનુ રહેશે. ત્યારબાદ વિગતો અપલોડ ન થવા બાબતે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
તેમજ SAS Portal અને Teacher Portal પર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વિગતો અપડેટ કરવાની કાર્યવાહી પણ આપની કક્ષાએથી પૂર્ણ કરવાની રહેશે. જે મુજબ ચાલુ વર્ષે સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાના થતાં નિયત નમૂનાના ૧ થી ૧૨ પત્રકોની Excel Sheet સોફ્ટકોપીમાં આ સાથે સામેલ રાખેલ છે. જેથી આ ૧ થી ૧૨ પત્રકોમાં ભરવાની થતી તમામ વિગતો તૈયાર કરી રાખવાની રહેશે.
વધુમાં, શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ:- 3 ના ઠરાવથી મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.જેના પ્રકરણ:- બી માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકનું મહેકમ નક્કી કરવાનું થાય છે. જે અંગેની વિગતો આ સાથે સામેલ રાખેલ પત્રક-૨ માં ભરવાની રહેશે. આ સાથે સામેલ નિયત નમુનાના પત્રક-૧ માં SOE(School of Excellence) ની વિગતો અને ચાલુ વર્ષે ધો-૧ થી ૫ ના વિદ્યાર્થીઓની સંખ્યાની સાથે બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરવાની રહેશે.
તેમજ પત્રક-૧૧ માં દિવ્યાંગ બાળકોની માહિતી ભરવાની રહેશે. જેમાં ૪૦ % કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા જ અને UDID (સ્વાવલંબન પોર્ટલ) પર નોંધાયેલ બાળકો કે દિવ્યાંગતા પ્રમાણપત્ર ધરાવતા બાળકોની જ માહિતી તૈયાર કરી ભરવાની રહેશે. પત્રક-૧ થી ૧૨ માં આપની કક્ષાએથી ભરવાની થતી વિગતોમાં આ કચેરીના સંદર્ભ-૩ ના પત્રથી આપેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે ધ્યાને લઈ તેમજ નીચે મુજબની સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
1. આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓની વિગતો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે ભરાવવાની હોઈ આપના તાબાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પત્રકમાં ભરવાની થતી તમામ વિગતો અપડેટ રાખે તે અંગેની આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવાની રહેશે. સદર પત્રકો શાળા કક્ષાએ મોકલવાના રહેશે નહિ.
2. તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેમના કાર્યક્ષેત્રની તમામ શાળાઓના ૩૧ જુલાઇ અંતિતની સ્થિતિએ ૧ લી ઓગષ્ટે વર્ગ-રજીસ્ટર અને વયપત્રક રજીસ્ટરના તારીજવાળા છેલ્લા પેજની ઝેરોક્ષ કોપી મેળવી લેવાની રહેશે.
3. અત્રેની કચેરીએથી વિગતો ચેક કરવા માટે જે પત્રકો મોકલવામાં આવે તેની સંખ્યા વર્ગ-રજીસ્ટર અને વયપત્રક રજીસ્ટર સાથે ચેક કરવાની રહેશે.
4. જે પ્રાથમિક શાળાઓમાં શુન્ય બાળકો હોય તેવી શાળાઓ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવવામાં આવેલ છે. જો તેમ કરવામાં નહિ આવે તો આ અંગે સબંધિત TPEO/DPEO/AO ની જવાબદારી નક્કી કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેશો.
5. જે શાળાઓમાં એક કે બે વધુ વિદ્યાર્થી હોવાના કારણે કે આભાસી સંખ્યાનું ચિત્ર દર્શાવી સંબંધિત શાળા દ્વારા વધારાના શિક્ષક મેળવવા કે મહેકમ જળવાય તેવી ઘટના ના બને તે ધ્યાને લઇ આવી શાળાઓની વિગતો જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જાતે જ ચકાસણી કરવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે