આપઘાતના કેસ અટકાવવા સુરત પોલીસનું અનોખું અભિયાન; જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, મહિલા કરતા પુરુષોની સંખ્યા બમણી

SUICIDE PREVENTION HELPLINE NUMBER: છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં વધી રહેલા આત્મહત્યાના બનાવોને અટકાવવા સુરત પોલીસ દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સુરત પોલીસે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 

આપઘાતના કેસ અટકાવવા સુરત પોલીસનું અનોખું અભિયાન; જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, મહિલા કરતા પુરુષોની સંખ્યા બમણી

Surat News: સુરત શહેરમાં આત્મહત્યા નિવારણ માટે પોલીસનું સક્રિય હેલ્પલાઇન કાર્યરત, 21 એપ્રિલથી શરૂ થયેલી હેલ્પલાઇનને અત્યાર સુધીમાં 336 જેટલા આત્મહત્યા સંબંધિત કોલ મળ્યા, હેલ્પલાઇન પર સૌથી વધુ 229 પુરુષો અને 107 મહિલાઓએ આત્મહત્યાનો ઈરાદો જણાવ્યો હતો. સુરત પોલીસે અત્યાર સુધીમાં 67 લોકોની આત્મહત્યા અટકાવીને જીવ બચાવ્યો છે, આત્મહત્યા માટે ફોન આવ્યા બાદ પોલીસે 3 થી 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી અભૂતપૂર્વ કાર્યક્ષમતા બતાવી. 

સુરત પોલીસના 24 કલાક કાર્યરત હેલ્પલાઇન માટે ત્રણ અલગ-અલગ ટીમ કાર્યરત છે, દરેક ટીમમાં 1 કાઉન્સેલર અને 2 પોલીસ કર્મચારીઓ હોવાની વ્યવસ્થા કરાઈ છે, કુલ 117 લોકો સાથે રૂબરૂ કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. હેલ્પલાઇન નંબર: 8128308100 અને 8128369100 ઉપરાંત 100 તથા 112 પર પણ સહારો મળી રહ્યો છે. 8128308100 પર 80થી વધુ, 8128369100 પર 171થી વધુ કોલ નોંધાયા છે.

પોલીસ કંટ્રોલ રૂમ 100 અને 112 પર મળેલા આત્મહત્યાના કુલ 78 કોલ નોંધાયા છે, કુલ મળીને 336 જેટલા આત્મહત્યા સંબંધિત કોલમાં ફેમિલી તણાવના 123 કેસ, આર્થિક સંકળામણના 100 કેસ પણ નોંધાયા છે, પ્રેમ પ્રકરણમાં તણાવના કારણે 23 લોકોએ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો, પરીક્ષા અને કરિયર નિષ્ફળતાને લીધે 11 યુવાનો તણાવમાં આવ્યા છે.

ગંભીર બીમારીઓથી કંટાળીને 6 લોકોએ આત્મહત્યાનો વિચાર વ્યક્ત કર્યો, અન્ય કારણોસર તણાવના કારણે 71 વ્યક્તિઓએ પણ હેલ્પલાઇનનો સહારો લીધો છે, શહેર ઉપરાંત જિલ્લામાંથી પણ લોકો આત્મહત્યા રોકવા માટે હેલ્પલાઇન પર કોલ કરે છે. ટેલીફોનિક અને રૂબરૂ બંને રીતથી કાઉન્સિલિંગ લાગુ કરવામાં આવે છે. 20 સુરત પોલીસનો માનવજીવન બચાવવાનો પ્રયાસ અનેક પરિવારો માટે આશાનો કિરણ બન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે