Buttermilk: ઉનાળાનું અમૃત પીણું છાશ કેટલાક લોકો માટે ઝેર સમાન, આ 3 બીમારીના દર્દીએ એક ઘુંટડો છાશ પણ ન પીવી
Buttermilk Side Effects: દરેક ઘરમાં રોજ છાશ બને છે અને લોકો ભોજન સાથે અલગ અલગ પ્રકારની છાશ પીવે છે. ઉનાળામાં છાશ શરીરને લાભ કરે છે. પરંતુ કેટલાક લોકો છાશ પીવે તો તેમને નુકસાન થાય છે. તો ચાલો તમને જણાવીએ કોણે છાશ ન પીવી.
Trending Photos
Buttermilk Side Effects: ગરમીના દિવસોમાં છાશને અમૃત પીણું કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ છાશ વિતરણ કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવે છે જેથી લોકોને કાળઝાળ ગરમીમાં ઠંડક કરે એવી છાશ પીવડાવી શકાય. નાના મોટા સૌ કોઈને છાશ પીવી ગમે છે. કાળઝાળ ગરમીમાં ભોજનની સાથે ઠંડી ઠંડી છાશ હોય તો જમવામાં સંતોષ થાય છે. છાશ હેલ્ધી અને ટેસ્ટ પીણું છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે છાશ પીવી હાનિકારક સાબિત થઈ શકે છે? આજે તમને જણાવીએ એવી ત્રણ બીમારીઓ વિશે જેના દર્દી છાશ પીવે તો તેમની હાલત વધારે ખરાબ થઈ શકે છે.
છાશથી થતી આડઅસરો
- છાશમાં લેક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે. જે લોકોને લેક્ટોસ ઇન્ટોલરન્સ હોય છે તેમના માટે છાશનું પાચન મુશ્કેલ થઈ જાય છે જેના કારણે પેટ ફૂલી જાય છે, ગેસ થાય છે અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે.
- છાશમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે જે આંતરડાના ફ્લોરામાં ગડબડી કરી શકે છે. તેનાથી ડાયેરીયા અથવા તો કબજિયાત થવાનું જોખમ પણ વધે છે.
- વધારે માત્રામાં છાશનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે કારણ કે તેમાં ફેટનું પ્રમાણ પણ હોય છે..
- છાશમાં ટાયરામાઇન નામનું તત્વ હોય છે. જે કેટલાક લોકો માટે માયગ્રેન અથવા તો માથાનો દુખાવો ટ્રિગર થવાનું કારણ બની શકે છે.
કઈ બીમારીઓમાં છાશ ન પીવી ?
હાઈ બ્લડ પ્રેશર
ઘણા લોકો છાશમાં હંમેશા મીઠું અથવા મસાલો ઉમેરીને પીવે છે. પરંતુ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમના માટે મીઠું કે મસાલાવાળી છાશ હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી બ્લડ પ્રેશર હોય તેમણે મસાલા છાશ પીવાનું ટાળવું જોઈએ.
કિડનીના દર્દી
છાશમાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે જે લોકોને કિડની સંબંધીત સમસ્યા પહેલાથી જ હોય તેમણે છાશ પીવાનું ટાળવું જોઈએ અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં છાશ પીવી જોઈએ.
દૂધથી એલર્જી
ઘણા લોકો એવા હોય છે જેમને દૂધ પચતું નથી એટલે તેમને દૂધની એલર્જી હોય છે. તેઓ દૂધ પીવે તો તરત જ રિએક્શન આવે છે. આવી સમસ્યા હોય તેમણે છાશ પીવાથી પણ બચવું જોઈએ. છાશ પીવાથી શરીરમાં તુરંત કોઈ ફેરફાર નહીં દેખાય પરંતુ ધીરે ધીરે તે શરીરને નુકસાન કરી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે