ડાયાબિટીસના દર્દીએ સવારે ખાલી પેટે કરવું જોઈએ આ 2 વસ્તુનું સેવન, કાબૂમાં આવશે બ્લડ શુગર લેવલ!

Home Remedy to Control Blood Sugar Level: ખોટી ખાણીપીણી અને અનિયમિત જીવનશૈલીના કારણે હાલના સમયમાં ડાયાબિટીસનો રોગ લોકોને ખુબ સતાવી રહ્યો છે. ત્યારે આવા સમયે બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે કેટલાક ઘરગથ્થું ઉપાયો તમે અજમાવી શકો છો. 

ડાયાબિટીસના દર્દીએ સવારે ખાલી પેટે કરવું જોઈએ આ 2 વસ્તુનું સેવન, કાબૂમાં આવશે બ્લડ શુગર લેવલ!

Diabetes Treatment At Home: આજકાલ ખોટી ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસની સમસ્યા વકરી રહી છે. ડાયાબિટીસ થાય તો પેન્ક્રિયાઝમાં પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થઈ શકતું નથી, જેના કારણે બ્લડ શુગર લેવલ બેકાબૂ થઈને વધવા લાગે છે. જો સમયસર તેને કંટ્રોલ કરવામાં ન આવે તો આ બીમારી શરીરના મુખ્ય અંગોને ડેમેજ કરી શકે છે. આવામાં બ્લડ શુગરને કંટ્રોલ કરવી ખુબ જરૂરી બને છે. દુર્ભાગ્યની વાત એ છે કે ડાયાબિટીસ માટે એવો કોઈ ઈલાજ નથી કે તેને જડમૂળથી ખતમ કરી શકાય. ફક્ત દવાઓ, સ્વસ્થ આહાર અને લાઈફસ્ટાઈલમાં ફેરફારથી તેને કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત કેટલાક ઘરગથ્થું ઉપાયથી પણ બ્લડ શુગર સરળતાથી કંટ્રોલ થઈ શકે છે. અમે તમને એવા જ ઘરગથ્થું ઉપાય વિશે જણાવીશું. જેની મદદથી તમને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મેથી અને વરિયાળી કેવી રીતે ફાયદાકારક?

શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે મેથી અને વરિયાળીનું સેવન ખુબ ફાયદાકારક નીવડી શકે છે. વાત જાણે એમ છે કે આ બંનેમાં ઔષધીય ગુણો ભરપૂરપ્રમાણમાં હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. મેથીમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટના અવશોષણને ધીમું કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. તેના સેવનથી ઈન્શ્યુલિન સંવેદનશીલતામાં સુધાર થાય છે જેનાથી બ્લડ શુગર લેવલ કાબૂમાં કરવામાં મદદ મળી શકે છે. જ્યારે વરિયાળીમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ સાથે જ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે. તેના સેવનથી શરીરમાં ઈન્શ્યુલિનના ઉત્પાદનને વધારવામાં મદદ મળે છે. આ બંનેનું એક સાથે સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે. 

ડાયાબિટીસમાં કેવી રીતે કરવું મેથી અને વરિયાળીનું સેવન?
શરીરમાં બ્લડ શુગરના સ્તરને કંટ્રોલ કરવા માટે મેથી અને વરિયાળીનું પાણી પી શકો છો. તેને તૈયાર કરવા માટે એક પેનમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. તેમાં અડધી ચમચી મેથી દાણા અને અડધી ચમચી વરિયાળી નાખીને સારી રીતે ઉકાળી લો. પછી આ પાણીને એક ગ્લાસમાં ગાળીને તેને પીવો. નિયમિત રીતે સવારે તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં કરવામાં મદદ મળી શકે છે. આ સાથે જ અન્ય સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ મળશે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news