8th Pay Commission Salary: કન્ફર્મ! 61% મોંઘવારી ભથ્થું, 1.92 ફિટમેન્ટ, બધુ થઈને નેટ સેલરી ₹41535
આઠમાં પગાર પંચના લાગૂ થવા પર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બંપર ઉછાળો આવી શકે છે. જેની ગણતરી હવે સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. અનુમાન છે કે 1 જાન્યુઆરી 2026 સુધી મોંઘવારી ભથ્થું (ડીએ) 61 ટકા થઈ જશે. જે નવા પગારની ગણતરી માટે હાલના બેઝિક પેમાં મર્જ કરાશે.
Trending Photos
8th CPC Salary Calculator: આઠમાં પગાર પંચની કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કેટલો પગાર વધશે, કેટલું ફિટમેન્ટ ફેક્ટર હશે....મોંઘવારી ભથ્થું કેટલું હશે? આ બધા અંગે અટકળોનું બજાર ગરમાગરમ છે. પરંતુ હવે કેટલાક નક્કર સંકેતો મળવા લાગ્યા છે કે જે તમારા પગારમાં થનારા બંપર વધારાની તસવીર સ્પષ્ટ કરી રહ્યા છે.
સૂત્રોનું માનીએ તો આ વખતે પગારની ગણતરીનો આખો ખેલ બદલાઈ શકે છે. જેમાં 61 ટકા મોંઘવારી ભથ્થું પણ એક મોટી ભૂમિકા ભજવી શકે છે. '8th CPC Salary Calculator', દ્વારા જાણીએ કે લેવલ1 (GP-1800) ના કર્મચારીઓની નેટ સેલરી ₹41,000 પાર કઈ રીતે પહોંચી શકે.
8th CPC: Fitment Factor કેટલું હશે
ફિટમેન્ટ ફેક્ટર એ જાદુઈ આંકડો છે કે જેનાથી પગારને ગુણવામાં આવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું. આઠમાં પગાર પંચ માટે 1.83થી લઈને 3.68 સુધીના આંકડા ચર્ચામાં છે. એક્સપર્ટ્સનું માનવું છે કે સરકાર 1.92 ફિટમેન્ટ ફેક્ટર અપનાવી શકે છે. આપણે એને આધાર ગણીને ગણતરી કરીએ.
8th CPC: 61% મોંઘવારી ભથ્થુ મર્જર
આઠમાં પગાર પંચનો આ સૌથી મોટો અને સૌથી કન્ફ્યૂઝિંગ પોઈન્ટ છે. તેને ધ્યાનથી સમજો.
- હાલ ડીએ કેટલું છે જાન્યુઆરી 2025થી- 55 ટકા
- જુલાઈ 2025માં કેટલું હશે- AICPI ઈન્ડેક્સ મુજબ તે 3 ટકા વધીને 58% થઈ જશે.
- જાન્યુઆરી 2026માં કેટલું હશે- જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો તે પછી 3 ટકા વધીને 61 ટકા થશે.
આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગૂ થવાનું છે. નિયમ મુજબ જ્યારે નવું પગાર પંચ આવે ત્યારે તે તારીખ સુધીનું તમામ મોંઘવારી ભથ્થું વર્તમાન બેઝિક પેમાં જોડી દેવાય છે.
8th CPC: નવી બેઝિક સેલરીની ગણતરી
અહીં બે સંભાવના છે કે સરકાર પગારની ગણતરી કેવી રીતે કરશે.
કેસ 1- ડીએ મર્જર બાદ ફિટમેન્ટ (સૌથી વધુ ફાયદાકારક)
આ એક રીતે છે જેનાથી કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થશે.
ડીએ મર્જર
- વર્તમાન બેઝિક પે- + 61% DA
- ₹18,000 (બેઝિક) + ₹10,980 (61% DA) = ₹28,980 (રિવાઈઝ્ડ બેઝિક-પે)
ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ
- હવે આ રિવાઈઝ્ડ બેઝિક- પે પર 1.92નું ફિટમેન્ટ ફેક્ટર લાગશે.
₹28,980 x 1.92 = ₹55,641 (તમારો નવો બેઝિક પે)
આ સ્થિતિમાં તમારી બેઝિક સેલરી સીધી ₹18,000 થી વધીને ₹55,641 થઈ શકે છે.
કેસ 2- ડીએ મર્જર વગર ફિટમેન્ટ (ઓછું ફાયદાકારક)
જો સરકાર ડીએ મર્જ ન કરે અને સીધુ જ બેઝિક પે પર ફિટમેન્ટ લગાવશે તો ગણતરી અલગ હશે.
સીધુ ફિટમેન્ટ
વર્તમાન બેઝિક પે x 1.92
₹18,000 x 1.92 = ₹34,560 (તમારો નવો બેઝિક પે)
આ સ્થિતિમાં તમારો નવો બેઝિક પે ₹34,560 હશે. બંને સ્થિતિમાં વધારો તો છે પરંતુ ડીએ મર્જરવાળા ફોર્મ્યૂલાથી બંપર ઉછાળો મળશે. અમે આગળની ગણતરી સંભાવના 2 (ઓછા ફાયદાકારક)ના આધારે કરી રહ્યા છીએ જે એક રૂઢિવાદી અનુમાન છે.
HRA અને TAનું શું થશે
જ્યારે નવું પગાર પંચ આવે ત્યારે ભથ્થા રિવાઈઝ્ડ થાય છે. ડીએના શૂન્ય થવાથી HRA ના દર પણ બદલાય છે.
HRA (X City)
- અંદાજિત અનુમાન છે કે HRAનો દર 27 ટકા રહેશે.
₹34,560 (નવા બેઝિક) ના 27%= ₹9,331
TA (Higher TPTA City)
તે લગભગ ₹1,350 (DA શૂન્ય થતા) રહેશે.
8th CPC: કેટલી થશે નેટ સેલરી?
આઠમાં પગાર પંચમાં કુલ પગાર એટલે કે નેટ સેલરી કેટલી હશે. તેનો અંદાજો તમામ ભથ્થા અને ફિટમેન્ટ ફેક્ટરને જોડીને લગાવવામાં આવી શકે છે. જો કે હાલ મોંઘવારી ભથ્થાને જોડવું યોગ્ય નથી. તેના માટે પહેલા પગાર પંચની ભલામણો પર ધ્યાન આપવું પડશે. પરંતુ જો મોંઘવારી ભથ્થાને શૂન્ય ગણી લઈએ અને લેવલ 1ના પે ગ્રેહ 1800 પર ગણતરી કરીએ તો પગાર કઈક આવો રહેશે.
Salary from January 2026 (per month)
Your Pay Level 1
Basic Pay 18000
Revised Basic Pay ( with fitment factor) 34560
DA ( Dearness Allowance) 0
HRA (Hourse Rent Allowance) 9331
TA (Travelling Allowance) 1350
Other Allowances/Incomes (if any) 0
Gross Salary 45241
NPS Contribution 3456
CGHS Contribution 250
Income Tax (New Regime FY:2025-26) 0 (approx)
0(approx) per annum
Other Deductions (if any) 0
Net Salary 41535
તો આ એક અનુમાન છે તે પ્રમાણે લેવલ 1ના કર્મચારીઓની નેટ સેલરી ₹41,535 પ્રતિ માસ થઈ શકે છે. જો સરકારે કેસ 1 અપનાવે તો આ આંકડો વધી જશે.
આઠમાં પગાર પંચ અંગે તસવીર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહી છે. એ નક્કી છે કે ડીએના મર્જર અને નવા ફિટમેન્ટ ફેક્ટર મળીને કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. ગણતરીનો અંતિમ ફોર્મ્યૂલા ગમે તે હોય પરંતુ એકવાત પાક્કી છેકે 2026 કેન્દ્રીય કર્મચારીઓ માટે બંપર ભેટ લઈને આવશે.
(Disclaimer: આ આર્ટિકલ સૂત્રો તરફથી મળતી જાણકારી અને એક્સપર્ટ્સના મત પર આધારિત છે. અંતિમ નિર્ણય આઠમાં પગાર પંચનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ સરકાર તરફથી લેવામાં આવશે. )
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે