અચાનક કેમ થઈ રહ્યું છે આવું? ભારતમાં આ જગ્યાઓ પર મચી શકે છે ભારે તબાહી, રિસર્ચે ડરાવ્યા
Melting Ice: દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનના કારણે તાપમાન વધી રહ્યું છે. જેની મોટી અસર હિમાલયી ગ્લેશિયરો પર જોવા મળી રહી છે. ગ્લેશિયરો પીગળવાથી મોટા મોટા સરોવરો બની રહ્યા છે. જેને પગલે સુરક્ષા કારણોસર પગલાં ભરવા જરૂરી છે.
Trending Photos
હિમાલય દુનિયાની સૌથી ઊંચી માઉન્ટેન રેન્જમાંથી એક છે એ વાત સાચી છે. અહીં રહેલા મોટા મોટા ગ્લેશિયર કરોડો લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે આ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. જેની અસર જળસ્ત્રોતો પર તો પડી રહી છે પરંતુ સાથે સાથે ખતરનાક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે હિમાલયમાં બનનારી ગ્લેશિયર ઝીલો સતત મોટી થઈ રહી છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને ભારે તબાહી મચાવી શકે છે. વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ છે કારણ કે ગ્લેશિયરોનો આ અપ્રાકૃતિક બદલાવ પર્યાવરણની સાથે સાથે માણસોના રહેણાંક વિસ્તારો માટે પણ મોટું જોખમ બની શકે છે.
ખતરનાક રીતે વધી છે ઝીલો
અસલમાં ભારતીય અર્થ ઓબ્ઝર્વેશન ફર્મ સુહોરા ટેક્નોલોજીસના જણાવ્યાં મુજબ હિમાલયી ગ્લેશિયરોથી બનનારી ઝીલો ખતરનાક રીતે મોટી થઈ રહી છે જેનાથી ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ GLOFનું જોખમ વધી ગયું છે. હિન્દુ કૂશ કરાકોરમ હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયર ઝીલોનું ક્ષેત્ર 1990 બાદથી 10 ટકાથી વધુ વધી ચૂક્યું છે. ગંગા બેસિનમાં ઝીલોની સંખ્યામાં 22%નો વધારો જોવા મળ્યો છે.
હિમાલયી ગ્લેશિયર ઝીલો મોટી થઈ છે
ઈન્ડિયા ટુડેએ રિસર્ચના હવાલે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સેટેલાઈટ વિશ્લેષણથી જાણવા મળે છે કે સિંધુ, ગંગા, અને બ્રહ્મપુત્ર નદી બેસિનમાં 33,000 થી વધુ ઝીલોની સંખ્યા સતત વધી રહી છે. ઈસરોના રિપોર્ટ મુજબ 1984 બાદથી 27% હિમાલયી ગ્લેશિયર ઝીલો મોટી થઈ ચૂકી છે જેમાંથી 130 ઝીલો ભારતમાં સ્થિત છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ઝીલોનું નિર્માણ હવે 5,500 મીટરથી વધુ ઊંચાઈ પર પણ થઈ રહ્યું છે કારણ કે ગ્લેશિયર ઝડપથી પાછળ હટી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે 76% સરોવરો એંડ મોરેન ગ્લેશિયર્સથી બનેલા ક્રૂડ ડેમ દ્વારા અવરોધિત છે જે ખૂબ જ અસ્થિર છે અને કોઈપણ સમયે તૂટી શકે છે. 2023માં સિક્કિમના સાઉથ લ્હોનાક ઝીલ ફાટવાથી 50 મિલિયન ક્યૂબિક મીટર પાણી નીકળી ગયું હતું. જેનાથી 15 પુલ અને એક હાઈડ્રોપાવર ડેમ વહી ગયા અને 92થી વધુ લોકોના જીવ ગયા હતા.
ખતરનાક રીતે બદલાતા ગ્લેશિયરની ઓળખ
જો ઈતિહાસ પર નજર ફેરવીએ તો જાણવા મળે કે 1833 બાદથી જેટલા પણ સરોવરો ફાટ્યા છે તેમાંથી 70 ટકા છેલ્લા 50 વર્ષોમાં ફાટ્યા છે. તેમાંથી 72 ટકા ઘટનાઓનું કારણ ભારે વરસાદ અને એવલાન્ચ જોવા મળ્યા છે. સુહોરા ટેક્નોલોજીસ અત્યાધુનિક સેટેલાઈટ ને સેન્સર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ઝીલો પર નજર રાખી રહ્યા છે અને નેપાળ ચીન સરહદ પર એક ખતરનાક રીતે બદલાતા ગ્લેશિયરની ઓળખ પણ કરાઈ છે. પરંતુ હજુ પણ વોર્નિંગ સિસ્ટમમાં અનેક ખામીઓ જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે