Operation Sindoor: ભારતનો મોટો સંદેશ, ઓપરેશન સિંદૂરની કહાની બે મહિલા સૈન્ય અધિકારીઓની જુબાની

ઓપરેશન સિંદૂર : ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્ટ્રાઈક કરી છે. આ સ્ટ્રાઈક પહેલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી. 7મેના રોજ ભારતીય સેના તરફથી બે મહિલા અધિકારીઓ દેશ સામે આવ્યા અને આ સંપૂર્ણ ઓપરેશન અંગે માહિતી આપી. 

Operation Sindoor: ભારતનો મોટો સંદેશ, ઓપરેશન સિંદૂરની કહાની બે મહિલા સૈન્ય અધિકારીઓની જુબાની

India Pakistan War: ભારત સરકારે ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ માહિતી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અન્ય બે મહિલા સૈન્ય અધિકારીઓએ આ ઓપરેશન અંગે પૂરી માહિતી આપતા કહ્યું કે ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પહેલગામ આતંકી હુમલો 2008માં મુંબઈ એટેક બાદ સૌથી મોટો હતો. જેમાં આટલી મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો માર્યા ગયા. તેમણે કહ્યું કે આ હુમલો લશ્કર એ તૈયબાએ કરાવ્યો હતો જે પાકિસ્તાનથી સંચાલિત છે. તેમણે કહ્યું કે આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્ટ્સ ફોર્સે લીધી હતી જે લશ્કર એ તૈયબાનું જ એક સંગઠન છે. વિદેશ સચિવે કહ્યું કે આ સંગઠન તેનું મોહરું છે જે લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા સમૂહોની આતંકી હરકતોને અંજામ આપે છે. 

ભારત સરકારે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનથી આ સંગઠનનો ઉલ્લેખ હટાવવા માટે પાકિસ્તાને પૂરેપૂરું જોર લગાવી દીધુ. તેનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનની આ સંગઠન સાથે લિંક હતી અને તેની છત્રછાયામાં જ આ હુમલો થયો. વિક્રમ મિસરીએ કહ્યું કે પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદ માટે સેફ હેવન તરીકે ઓળખ બનાવી ચૂક્યું છે. ભારત સરકારે 23 એપ્રિલના રોજ સિંધુ જળ સંધિને રોકવા જેવા અનેક કડક પગલા ઉઠાવ્યા હતા. ત્યારબાદ પણ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં અને તે ઉલ્ટું ભારત ઉપર જ આરોપ લગાવતું રહ્યું. 

— ANI (@ANI) May 7, 2025

આવી સ્થિતિમાં ભારતે જવાબ આપવાનું યોગ્ય સમજ્યું. આવી સ્થિતિમાં ભારતે સરહદ પાર આતંકી હુમલાઓને રોકવા અને તેનો જવાબ આપવા માટે એક્શન લીધુ છે. અમે માપી તોલીને કાર્યવાહી કરી છે. આતંકી ઠેકાણાઓને જ ટાર્ગેટ કર્યા છે. તેમણે કહ્યું કે અમે પહેલા પણ પાકિસ્તાનને જણાવ્યું હતું કે તેની જમીન પર લશ્કર એ તૈયબા અને જૈશના આતંકી ઠેકાણા ચાલે છે. ત્યારબાદ પણ પાકિસ્તાને કોઈ કાર્યવાહી કરી નહી. આવી સ્થિતિમાં અમારા વિરુદ્ધ થનારા આતંકી ષડયંત્રોને ખતમ કરવા એ અમારો અધિકાર હતો. 

— ANI (@ANI) May 7, 2025

મહિલા સૈન્ય અધિકારીઓએ આપી ઓપરેશનની વિગતો
ભારત તરફથી સંપૂર્ણ કાર્યવાહીની જાણકારી બે મહિલા અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આપી. સોફિયા કુરેશીએ જણાવ્યું કે અમે પીઓકે અને પાકિસ્તાનમાં કુલ 9 આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ હુમલા વખતે અમે એ વાતનું ધ્યાન રાખ્યું કે આતંકી જ માર્યા જાય અને કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન ન પહોંચે. તેમણે જણાવ્યું કે અમે કોટલી અબ્બાસમાં આતંકી કેમ્પોને તબાહ કર્યા. આ કેમ્પમાં લગભગ 1500 આતંકીઓને તાલીમ અપાઈ હતી. આ ઉપરાંત પાકિસ્તાની પંજાબના બહાવલપુર અને મહમૂના ઝોયામાં પણ આતંકી ઠેકાણા તબાહ કર્યા. 

— ANI (@ANI) May 7, 2025

અજમલ કસાબને તાલીમ આપી તે ઠેકાણું પણ નષ્ટ
એટલું જ નહીં મુરીદકેના મરકઝ તૈયબાને પણ તબાહ કરાયું છે. જે લશ્કર એ તૈયબાનું મુખ્યાલય કહેવાતું હતું. આતંકી અજમલ કસાબને પણ અહીં જ ટ્રેનિંગ મળી હતી. સોફિયા કુરૈશીએ જણાવ્યું કે અમે પાકિસ્તાનના કોઈ સૈન્ય ઠેકાણાને નુકસાન પહોંચાડ્યું નથી. આ ઉપરાંત નાગરિકોને પણ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. અમે ટાર્ગેટ એટેક કર્યો અને આ હુમલો સીધો આતંકી ઠેકાણાઓ પર હતો. 

— ANI (@ANI) May 7, 2025

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news