Budh Gochar 2025: દુ:ખના દિવસો પૂરા..24 કલાક બાદ આ 4 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, દુર્લભ યોગ ધનના ઢગલે બેસાડશે!
6 જૂનના રોજ નિર્જળા એકાદશીના દિવસે બુધ ગ્રહ ગોચર કરશે અને આ સાથે બુધ અદભૂત અને દુર્લભ કહી શકાય તેવો ત્રિગ્રહી યોગ બનાવશે. જે 4 રાશિના જાતકોને બંપર લાભ કરાવશે.
ખુબ જ શુભ ત્રિગ્રહી યોગ
જ્યોતિષમાં ધન, વપાર, વાણી, બુદ્ધિ અને સંવાદના કારક ગ્રહ ગણાતા બુધ ગોચર કરશે. મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને આ બુધ ગોચર મિથુન રાશિમાં જ થઈ રહ્યું છે. બુધના મિથુન રાશિમાં ગોચરથી ત્રિગ્રહી યોગ બનશે જે ખુબ જ ખાસ હશે. મિથુન રાશિમાં પહેલેથી જ સૂર્ય અને ગુરુ જેવા પ્રમુખ ગ્રહો હાજર છે. સૂર્ય આત્મવિશ્વાસ, યશ અને સફળતા અપાવે છે. જ્યારે ગુરુ સુખ સમૃદ્ધિ તથા સૌભાગ્ય આપનારો ગ્રહ છે. આવામાં બુધનું સ્વરાશિ મિથુનમાં સૂર્ય અને ગુરુ સાથે મળીને ત્રિગ્રહી યોગ બનાવવું એ તમામ રાશિઓને અસર કરી શકે છે. જેમાંથી 4 રાશિવાળાને તો આ સંયોગ ખુબ ફાયદો કરાવી શકે છે. જાણો તે સૌભાગ્યશાળી રાશિઓ કઈ છે...
વૃષભ રાશિ
ત્રિગ્રહી યોગ વૃષભ રાશિના જાતકોને ખુબ જ અનુકૂળ ફળ આપશે. તમને અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે. વેપારીઓને ખુબ ફાયદો થશે. કોઈ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ દિવસેને દિવસે મજબૂત થતી જશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળાને બુધ ગોચરથી બનેલો ત્રિગ્રહી યોગ કરિયરમાં મોટી સફળતા અપાવી શકે છે. પ્રમોશન મેળવવાની ઈચ્છા પૂરી થશે. કારોબારમાં તેજી રહેશે. જે લોકો નવી નોકરીની શોધમાં હશે તો તેમને સફળતા મળી શકે છે. અચલ સંપત્તિ કે વાહન ખરીદી શકો છે. જીવનમાં સુખ સુવિધા વધશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને આ ત્રિગ્રહી યોગ ધનલાભ કરાવશે. અટવાયેલા પૈસા અચાનક પાછા મળવાની ખુશી મળશે. બેંક બેલેન્સ વધશે. તમે કોઈ ધન સંબંધિત યોજનામાં પૈસા લગાવી શકો છો. ઘરમાં શાંતિનો માહોલ રહેશે.
મીન રાશિ
મીન રાશિ માટે આ ત્રિગ્રહી યોગ શુભ ફળ લાવશે. તમને પ્રગતિ કરાવશે. આ સાથે જવાબદારીઓ પણ વધારશે. તમે નવું ઘર, ગાડી જેવી કિંમતી ચીજો ખરીદવાની યોજના ઘડી શકો છો. સંબંધ સારા થશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos