Guru Purnima 2025: આજે ગુરુ પૂર્ણિમા પર એક સાથે અનેક પાવરફૂલ રાજયોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને કરોડપતિ બનાવે તેવા યોગ
Guru Purnima 2025: આજે 10મી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે અને ગ્રહો નક્ષત્રોની પણ ખુબ શુભ સ્થિતિ બની રહી છે. ગજકેસરી યોગ, માલવ્ય રાજયોગ, એન્દ્ર યોગ સહિત અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. જે 5 રાશિવાળા માટે ખુબ શુભ છે.
ગુરુ પૂર્ણિમા પર આજે સૂર્ય અને ગુરુ મળીને મિથુન રાશિમાં ગુરુ આદિત્ય રાજયોગ બનાવી રહ્યા છે. આ સાથે ચંદ્રમાની ગુરુ પર દ્રષ્ટિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. તથા શુક્રનો સ્વરાશિ વૃષભમાં હોવું એ માલવ્ય રાજયોગ બનાવે છે. આ સાથે એન્દ્ર યોગનો પણ સંયોગ બન્યો છે. આ તમામ શુભ યોગ 12 રાશિવાળા પર મહત્વપૂર્ણ પ્રભાવ છોડે છે. જેમાં 5 રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળશે. ગુરુ પૂર્ણિમા કોને ફળી શકે છે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
ગુરુ પૂર્ણિમા પર બનેલા શુભ યોગ વૃષભ રાશિના જાતકોને ખુબ લાભ કરાવશે. તમારા સ્વભાવમાં આવેલા સકારાત્મક ફેરફાર તમને લોકપ્રિયતા અપાવશે. વર્કપ્લેસ પર તમારી છબી સારી થશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. તમને ધન લાભ થશે. મોટી ઉપલબ્ધિ મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાને ગુરુ પૂર્ણિમા પર બનેલા શુભ યોગ પર્સનલ અને પ્રોફેશનલ બંને સ્તરે લાભ કરાવશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારનો સપોર્ટ મળશે. માન સન્માન વધશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. લવ લાઈફ સારી રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમય સકારાત્મક છે. અટકેલા કામ પાર પડશે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય છે. વેપારીઓને લાભ થશે. તમે નવી ચીજો શીખવા પર ભાર મૂકશો તો ભવિષ્યમાં તેનો મોટો લાભ થઈ શકે છે. જ્ઞાન વધશે. આર્થિક ઉન્નતિ થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને ગુરુ પૂર્ણિમા પર ગ્રહોનો શુભ સંયોગ આર્થિક લાભ કરાવશે. લાંબા સમય બાદ તમે પોતાને આર્થિક સ્તરે મજબૂત મહેસૂસ કરશો. નોકરી માટે પ્રયત્નો કરી રહેલા જાતકોને કોઈ મોટી કંપનીથી ઓફર મળી શકે છે. અપરિણીત લોકો માટે વિવાહનો પ્રસ્તાવ પણ આવી શકે છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે જીવનમાં ગુરુ પૂર્ણિમા સકારાત્મક ફેરફાર લાવી શકે છે. તમે કામકાજ અને જીવનને લઈને ઉત્સાહિત મહેસૂસ કરશો. તમારું પ્રદર્શન સારું રહેશે. સમાજમાં માન સન્માન મળશે. અપરિણીતોને લગ્ન નક્કી થાય તેવા યોગ છે. આત્મવિશ્વાસ વધેલો રહેશે. જેનાથી એવા નિર્ણય કરી શકશો જે કરતા અત્યાર સુધી ખચકાતા હતા.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos