'મારી 5 સદી બેકાર છે...' પહેલી વખત રોહિત શર્માનો મોટો ખુલાસો, કેમ આપે છે રેકોર્ડનું બલિદાન
Rohit Sharma: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતી લીધો છે. હિટમેનની વિકેટ પર દરેકના મનમાં સવાલ છે કે આખરે ઉતાવળ કેમ? આ અંગે જીત બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે.
રોહિત શર્માનો ખુલાસો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નામ સાથે વધુ એક ટ્રોફી જોડાઈ ગઈ છે. તેમણે T20 વર્લ્ડ કપ 2024 પછી વધુ એક ટાઇટલ જીત નોંધાવી છે. જો કે, રોહિત બન્ને ટૂર્નામેન્ટમાં રનના મામલામાં ઘણો પાછળ હતો. હિટમેનની વિકેટ પર દરેકના મનમાં સવાલ છે કે આખરે ઉતાવળ કેમ, થોડું વધારે રમી શકતો હતો. પરંતુ ટાઈટલ જીત્યા બાદ રોહિતે એ રહસ્ય પણ ખોલ્યું છે કે તે દરેક મેચમાં આવતાની સાથે જ શા માટે હિટિંગ કરવા લાગે છે.
સંપૂર્ણપણે ટીમને સમર્પિત
સેમિફાઇનલ સુધી તેમણે એક કે બે નહીં પરંતુ 5 સદી ફટકારી હતી. આમ છતાં ટીમ ટ્રોફી જીતી શકી નથી. જે બાદ રોહિતે પોતાની રમવાની શૈલી બદલી અને પોતાની જાતને સંપૂર્ણપણે ટીમને સમર્પિત કરી દીધી.
2019ની હારે રોહિતને આપ્યા મોટા ઘા
રોહિત શર્માએ ટ્રોફી જીત્યા બાદ સ્ટાર સ્પોર્ટ્સ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન 2019 વર્લ્ડ કપની હારને યાદ કરી, જ્યારે ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડથી હારીને ખિતાબથી ચુકી ગઈ હતી. આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. સેમિફાઇનલ સુધી તેણે એક કે બે નહીં પરંતુ 5 સદી ફટકારી હતી. આમ છતાં ટીમ ટ્રોફી જીતી શકી નથી. જે બાદ રોહિતે પોતાની રમવાની શૈલી બદલી અને પોતાની જાતને સંપૂર્ણપણે ટીમને સમર્પિત કરી દીધી.
શું કહ્યું રોહિત શર્માએ?
રોહિત શર્માએ કહ્યું કે, 'તમે જોયું કે 2019નો વર્લ્ડ કપ મારા માટે કેટલો સારો રહ્યો હતો. મેં 5 સદી ફટકારી હતી, તેમ થતાં પણ ટીમ જીતી શકી નથી. અમે જે વસ્તુ માટે રમી રહ્યા હતા તે અમને મળ્યું નહીં, તો મારી 5 સદીનો અર્થ શું છે. મારી 5 સદી વ્યર્થ ગઈ જ્યારે ટીમ ટ્રોફી જીતી શકી ન હતી. આ મારા માટે એક અધ્યાય હતો, હું દરેક માટે એવું નથી કહેતો પરંતુ મેં શીખ્યું કે આ માઈલસ્ટોન નથી પરંતુ ટીમનો વિજય મહત્વપૂર્ણ છે.
2023ના વર્લ્ડ કપથી બની ગયો હતો પ્લાન
રોહિત શર્માએ 2023 વર્લ્ડ કપની હાર વિશે કહ્યું કે, '2023 વર્લ્ડ કપ પહેલા જ અમે નક્કી કર્યું હતું કે અમને એવી ટીમ જોઈએ છે જે નંબર અને માઈલસ્ટોન પાછળ ન દોડે. કારણ કે માઈલસ્ટોન આજે છે, તે કાલે હશે અને પછી કોઈ તેને યાદ કરશે નહીં. ઘરમાં જ્યારે ટ્રોફી જ નથી તો તેનો અર્થ શું? ટ્રોફી અને ટૂર્નામેન્ટથી અમને હંમેશા યાદ કરે છે. અમે એ જ પ્લાન કર્યો હતો અને ટીમને પણ ક્રેડિટ આપવી જોઈએ કે તમામ છોકરાઓએ મારો સપોર્ટ કર્યો. કોઈપણ નિર્ણય માટે ટીમનો સપોર્ટ પણ જરૂરી હોય છે. જ્યારે ટીમ સપોર્ટ નથી કરતી ત્યારે તમે આ કરી શકશો નહીં.
Trending Photos