શનિ બનશે વધુ શક્તિશાળી, આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, ધનના ઢગલા થશે! માન-સન્માન વધશે
કર્મફળદાતા શનિદેવ વર્ષ 2025ના અંતમાં મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે. શનિ માર્ગી અવસ્થામાં વધુ શક્તિશાળી થઈને એવા લોકોને દંડ આપવાનું કામ કરે છે જે ખોટા કામો કરે છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ કોણ છે....
વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ લગભગ એક રાશિથી બીજી રાશિમાં 30 વર્ષ બાદ પ્રવેશ કરે છે. અત્રે જણાવવાનું કે 29 માર્ચના રોજ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. મીન રાશિ પર ગુરુ ગ્રહનું આધિપત્ય છે અને જ્યોતિષ મુજબ શનિ અને ગુરુ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. શનિદેવ જુલાઈમાં વક્રી થઈને વર્ષના અંતમાં માર્ગી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકો વિદેશ પ્રવાસ પણ કરી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિદેવનું માર્ગી થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મભાવ પર માર્ગી થવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં અચાનક મોટો લાભ થઈ શકે છે. સરકારી કાર્યોમાં સફળતા મળી શકે છે. પદ પ્રતિષ્ઠામાં વધારો શક્ય છે. બેરોજગારોને નોકરી મળી શકે છે.
મીન રાશિ
શનિદેવની સીધી ચાલ મીન રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. વાહન અને પ્રોપર્ટીનું સુખ મળી શકે છે. વ્યવસાયિક જીવનમાં સફળતા મળશે. નવી લેવડદેવડથી લાભ થશે. કૌટુંબિક જીવનમાં સુખ શાંતિ રહેશે. સંબંધોમાં મજબૂતાઈ આવશે. શનિદેવ તમારી રાશિથી કર્મ અને 12માં ભાવના સ્વામી છે. આ સમય દરમિયાન તમે ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો. કાર્ય વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શનિદેવનું માર્ગી થવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવકના ભાવ પર સીધી ચાલ ચાલી રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન અને પદોન્નતિની તકો મળશે. નવી ગાડી કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થવાના સંકેત છે. આ સાથે જ તમને રોકાણથી લાભના યોગ છે. જે લોકો શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માંગે છે તેમને લાભ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos