Shani ki Sade Sati: આ 3 રાશિ પર ચાલે છે શનિની સાડા સાતી, આખુ વર્ષ રહેશે રમણભમણ, મુસીબતો પીછો નહીં છોડે

Shani ki Sade Sati 2025: શનિની સાડા સાતીની અસર ત્રણ રાશિઓ પર વધુ રહેવાની છે. આવામાં શનિની સાડાસાતીમાં જાતકોએ થોડી સાવધાની વર્તવી જોઈએ. ખાસ જાણો. 

શનિની ચાલ

1/6
image

શનિની ચાલ તમામ ગ્રહોમાં ખુબ ધીમી હોય છે અને આવામાં એક રાશિમાં શનિ લાંબા સમય સુધી ગોચર કરે છે અને રાશિઓ પર અનેક પ્રભાવ પાડે છે. જ્યાં સુધી ત્રણ રાશિઓની વાત છે તો શનિ ગોચરથી જે ત્રણ રાશિઓ પર સાડાસાતીનો પ્રભાવ છે તેમણે સતર્ક રહેવું જોઈએ. 

સાડા સાતીની અસર

2/6
image

આ ત્રણ રાશિમાં મેષ રાશિ છે જેના પર સાડા સાતી શરૂ થઈ છે. કુંભ રાશિની સાડા સાતી ઉતરી રહી છે અને મીન રાશિ પર સાડા સાતીનો મધ્ય તબક્કાની શરૂઆત છે. આવામાં કઈ રાશિ પર શનિની સાડા સાતીની સૌથી વધુ અસર રહેશે તે ખાસ જાણો. 

મેષ પર સાડા સાતી શરૂ

3/6
image

શનિના ગોચરથી મેષ પર શનિની સાડા સાતી શરૂ થઈ ગઈ છે. મેષ રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પ્રભાવ ધીરે ધીરે જોવા મળશે. મોટા ખર્ચા આવી શકે છે. ભેગુ થયેલું ધન ઘટી શકે છે શત્રુઓ સંબંધિત પરેશાનીઓ વધશે. જાતકોએ દરેક ક્ષેત્રમાં સાવધાની વર્તવાની જરૂર છે. ભાગ્યનો પૂરો સાથ મળી શકશે નહીં. જીવનમાં ઉથલ પાથલ મચી શકે છે. ખરાબમાં ખરાબ સ્થિતિમાં સંયમ અને ધૈર્ય જાળવી રાખવા પડશે. 

કુંભ પરથી ઉતરી રહી છે સાડાસાતી

4/6
image

કુંભ રાશિના જાતકોની શનિની સાડા સાતીનો અંતિમ તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. શનિના ગોચરથી કુંભ રાશિના જાતકો ઉતરતી સાડાસાતીનો પ્રભાવ ઝેલશે. જેનો સમયગાળો અઢી વર્ષનો છે. આ દરમિયાન જાતકો પર સાડાસાતીનો મિક્સ પ્રભાવ જોવા મળશે. કેટલાક કામોના સકારાત્મક પરિણામ જોવા મળશે. જો કે પરેશાનીઓ જળવાઈ રહેશે. કૌટુંબિક સુખમાં કમી આવવાથી તણાવ વધી શકે છે. સંપત્તિ અંગે સતર્કતા વર્તો. 

મીનની સાડાસાતીનો મધ્ય તબક્કો શરૂ

5/6
image

શનિના ગોચરથી મીન રાશિના જાતકો પર સાડા સાતીના મધ્ય તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. પહેલા અઢી વર્ષનો સમય પૂરો થઈ ગયો છે પરંતુ મધ્ય તબક્કામાં જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. સમય પડકારભર્યો રહી શકે છે. જાતકોને શારીરિક, માનસિક પરેશાનીઓ ઘેરી શકે છે. આત્મવિશ્વાસની કમીથી કામ બનતા બનતા બગડી શકે છે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે. કરિયરમાં સમસ્યાઓ વધી શકે છે. વેપાર સંબંધિત નિર્ણય સંભાળીને લો. 

શનિની સાડાસાતીના ઉપાય

6/6
image

શનિનો અશુભ પ્રભાવ ઓછો કરવા માટે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો. શનિવારે ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. છાયાદાન કરવું લાભકારી રહેશે. આ માટે લોઢાના પાત્રમાં 250 ગ્રામ તલનું તેલ લઈને તેમાં તમારો ચહેરો જુઓ અને તેલનું દાન કરી દો. ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો. જરૂરિયાતવાળાને દાન કરો અને મંગળવાર તથા શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)