Surya Gochar 2025: આ 5 રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે, સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી જીવન ખુશીઓથી ભરી દેશે
Surya Gochar 2025: સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરશે અને સાથે જ મઘા નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે. સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ રાશિ ચક્રની 5 રાશિઓ માટે શુભ જણાય છે. આ રાશિઓને સૂર્ય કેવા લાભ કરાવશે ચાલો જાણીએ.
Trending Photos
Surya Gochar 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આત્મા, નેતૃત્વ આત્મવિશ્વાસ અને ઉર્જાનો કારક ગ્રહ છે. ઓગસ્ટ મહિનામાં 17 તારીખે સવારે 2 કલાકે સૂર્ય પોતાની રાશિ સિંહમાં ગોચર કરશે. આ સાથે જ સૂર્ય નક્ષત્ર પરિવર્તન પણ કરશે. 17 તારીખે સૂર્ય કેતુના નક્ષત્ર મઘામાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર શક્તિ, અધિકાર અને વારસા સંબંધિત ગણાય છે. મઘા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તેને વધારે પ્રભાવશાળી બનાવી દેશે. સિંહ રાશી અને મઘા નક્ષત્રનું સંયોજન નેતૃત્વ, મહત્વકાંક્ષા અને આત્મવિશ્વાસ વધારનાર સાબિત થશે. આ ગોચરનો 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. જેમાંથી 5 રાશિ એવી છે જેમને સૂર્ય વિશેષ લાભ કરાવશે.
17 ઓગસ્ટથી સૂર્ય પોતાની રાશિમાં હોવાથી તેની પૂર્ણ શક્તિમાં હશે. આ સ્થિતિ કેટલીક રાશિઓ માટે આત્મવિશ્વાસ નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિત્વ ઉજાગર કરનાર સાબિત થશે. સૂર્યનો મઘા રાશિમાં પ્રવેશ પાંચ રાશિઓને વિશેષ લાભ કરાવનાર છે. આ લોકોને 17 ઓગસ્ટથી કરિયર સ્વાસ્થ્ય અને પારિવારિક જીવનમાં લાભ થઈ શકે છે. આ રાશિઓ કઈ છે ચાલો જાણીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર શુભ છે. આ સમય દરમિયાન રચનાત્મકતા અને બૌદ્ધિક ક્ષમતા ચરમ સીમા પર હશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે અને એકાગ્રતા વધશે. જે લોકો કલા, લેખન કે પરફોર્મિંગ આર્ટ્સ સાથે જોડાયેલા છે તેમને લાભ પ્રાપ્ત થશે. રિલેશનશિપની બાબતમાં આ સમયે ઉત્સાહ વધારનાર હશે. અવિવાહિત લોકોના નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. વેપારીઓને નવા પ્રોજેક્ટ મળી શકે છે. આ સમયે રોકાણ માટે અનુકૂળ હશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને સૂર્યનું ગોચર આત્મવિશ્વાસ અને સમૃદ્ધિ આપશે. વાણીમાં પ્રભાવ વધશે અને આત્મવિશ્વાસ વધશે. વ્યવસાયિક અને સામાજિક જીવનમાં વિશેષ લાભ થશે. ધન સંચય કરવાની તક મળશે. અગાઉ કરેલા રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. તમારા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો. આ સમય નાણાકીય યોજના અને સંપત્તિ સંબંધિત મામલે અનુકૂળતા આપશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને સૂર્યનું ગોચર સૌથી વધુ ફાયદો કરાવશે આ સમયે વ્યક્તિત્વમાં વિશેષ ચમક હશે. જેના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે. લક્ષ પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. નવી યોજના શરૂ કરવા માટે સારો સમય. કાર્યક્ષેત્રમાં નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ કૌશલની સરાહના થઈ શકે છે. સંબંધો મજબૂત થશે. સ્વાસ્થ્ય સુધરશે. માનસિક શક્તિ વધશે.
ધન રાશિ
ધન રાશિના લોકોને પણ સૂર્ય લાભ કરાવશે. સૂર્યના ગોચરથી ભાગ્યનો સાથ મળશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ઉચ્ચ શિક્ષણ વિદેશ યાત્રા કે ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે. કારકિર્દીમાં નિર્ધારિત લક્ષ પ્રાપ્ત કરી શકો છો. પ્રેમ સંબંધ અને પારિવારિક જીવનમાં મધુરતા આવશે. વેપારીઓને વેપારનો વિસ્તાર કરવાની તક મળી શકે છે. માનસિક શાંતિ વધશે.
મકર રાશિ
મકર રાશિ માટે સૂર્યનું ગોચર લાભકારી છે. આ સમયે આત્મવિશ્લેષણ અને આંતરિક પરિવર્તન થઈ શકે છે. જૂની સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. નવી શરૂઆત કરવાની તક મળશે. અચાનક ધન લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત મામલે સાવધાની રાખવી. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે