MI vs KKR : 'મેં લંચ પણ નથી કર્યું, માત્ર કેળું ખાઈને...' રાતોરાત સ્ટાર બન્યા બાદ અશ્વિની કુમારની પહેલી પ્રતિક્રિયા
MI vs KKR : હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને IPL 2025માં તેની પ્રથમ મેચ જીતી છે. કોલકાતા સામે ડેબ્યુ મેચમાં જ તબાહી મચાવનાર અશ્વિની કુમાર માત્ર 23 વર્ષનો છે. તેણે ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ લીધી હતી.
Trending Photos
MI vs KKR : 5 વખતની ટાઈટલ વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025માં તેની પ્રથમ જીત નોંધાવી છે. હાર્દિક પંડ્યા એન્ડ કંપનીએ 31મી માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ જીતનો હીરો 23 વર્ષીય ખેલાડી અશ્વિની કુમાર હતો, જેણે રાતોરાત સ્ટાર બન્યા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેણે પોતાની ડેબ્યુ મેચમાં જ 4 વિકેટ લીધી અને રેકોર્ડ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું.
પહેલા જ બોલ પર વિકેટ
દરેક વ્યક્તિ સારા સ્ટેજ પર યાદગાર પદાર્પણનું સપનું જુએ છે. અશ્વિની માટે આ સપનું સંપૂર્ણપણે સાકાર થયું છે. તેણે ડેબ્યૂના પહેલા જ બોલ પર અજિંક્ય રહાણેની વિકેટ મેળવી હતી. આ પછી પણ તે અટક્યો નહીં અને પોતાની ડેબ્યૂ મેચમાં જ 4 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો. પરંતુ ડેબ્યૂ પહેલા અશ્વિની પર કેવું દબાણ હતું, તેણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ જણાવ્યું હતું.
બપોરનું ભોજન લીધું નહોતું
જીતના હીરો બન્યા બાદ અશ્વિની કુમારે કહ્યું કે ડેબ્યૂ પહેલા તેના પર ઘણું દબાણ હતું. તેણે કહ્યું, 'મને ખૂબ સારું લાગ્યું, દબાણ હતું પરંતુ ટીમના વાતાવરણે મને શાંત રહેવામાં મદદ કરી. મેં આજે બપોરનું ભોજન નહોતું કર્યું, માત્ર કેળું ખાધું, દબાણ હેઠળ મને ભૂખ ન લાગી. મેં એક પ્લાન બનાવ્યો, ટીમ મેનેજમેન્ટે મને કહ્યું કે આ ડેબ્યૂ મેચ છે તેથી મજા કરો અને તમારી કુશળતા પર ધ્યાન આપો.
હાર્દિકે મદદ કરી ?
અશ્વિનીએ વધુમાં કહ્યું કે, 'કેપ્ટને પણ તેની ભૂમિકા ભજવી હતી, હાર્દિક ભાઈએ મને વિકેટ પર બોલિંગ કરવાનું કહ્યું હતું. ગામમાં બધા મને રમતા જોશે. આજે મને તક મળી છે અને હું ખૂબ જ ખુશ છું. અશ્વિની કુમારે IPLમાં ડેબ્યૂ કરતા પહેલા માત્ર ચાર T20 મેચ રમી હતી, આ સિવાય તેણે 2 રણજી ટ્રોફી અને 4 લિસ્ટ A મેચ પણ રમી હતી. અશ્વિની કુમાર IPL ડેબ્યૂમાં 4 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે