BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી જાહેરાત, 34 ખેલાડીઓનું ભાગ્ય ચમકી ગયું, જાણો કોને મળ્યું પ્રમોશન
ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ વચ્ચે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે.
Trending Photos
મુંબઈઃ આખરે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ વખતે A+ કેટેગરીમાં ચાર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાનું નામ સામેલ છે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓ સામેલ છે.
શ્રેયસ અય્યર અને ઈશાન કિશાનની વાપસી
પાછલા વર્ષે બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બહાર કરી દીધા હતા. પરંતુ આ વર્ષે બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. શ્રેયસ અય્યરને ગ્રેડ બી તો ઈશાન કિશનને ગ્રેડ સીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે ઈશાન કિશન લાંબા સમયથી ટીમમાંથી બહાર છે.
કેટલા રૂપિયા મળશે?
ભારતીય ક્રિકેટ બોર્ડ ગ્રેડ પ્રમાણે ખેલાડીઓને વાર્ષિક પૈસા ચુકવે છે. A+ ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. A ગ્રેડના ખેલાડીઓને પાંચ કરોડ તો B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને C ગ્રેડના ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
બીસીસીઆઈએ એ પ્લસ ગ્રેડમાં 4, એ ગ્રેડમાં 6, બી ગ્રેડમાં 5 અને સી ગ્રેડમાં કુલ 19 ખેલાડીઓને સામેલ કર્યાં છે. એ પ્લસ ગ્રેડમાં કેપ્ટન રોહિત શર્મા, બેટર વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને જાડેજા સામેલ છે. રોહિત, વિરાટ અને જાડેજાએ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. છતાં તેને બોર્ડે ટોપ ગ્રેડમાં રાખ્યા છે. જસપ્રીત બુમરાહ એકમાત્ર ટોપ ગ્રેડ ખેલાડી છે, જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે.
GRADE | NUMBER | PLAYERS |
A+ | 1 | Rohit Sharma |
2 | Virat Kohli | |
3 | Jasprit Bumrah | |
4 | Ravindra Jadeja | |
A | 5 | Md. Siraj |
6 | KL Rahul | |
7 | Shubman Gill | |
8 | Hardik Pandya | |
9 | Md. Shami | |
10 | Rishabh Pant | |
B | 11 | Suryakumar Yadav |
12 | Kuldeep Yadav | |
13 | Axar Patel | |
14 | Yashasvi Jaiswal | |
15 | Shreyas Iyer | |
C | 16 | Rinku Singh |
17 | Tilak Verma | |
18 | Ruturaj Gaikwad | |
19 | Shivam Dube | |
20 | Ravi Bishnoi | |
21 | Washington Sundar | |
22 | Mukesh Kumar | |
23 | Sanju Samson | |
24 | Arshdeep Singh | |
25 | Prasidh Krishna | |
26 | Rajat Patidar | |
27 | Dhruv Jurel | |
28 | Sarfaraz Khan | |
29 | Nitish Kumar Reddy | |
30 | Ishan Kishan | |
31 | Abhishek Sharma | |
32 | Akash Deep | |
33 | Varun Chakaravarthy | |
34 | Harshit Rana |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે