Champions Trophy : ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે મહોમ્મદ શમી! આ ખતરનાક ખેલાડીની થશે એન્ટ્રી

Champions Trophy : ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે એટલે કે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. બંને દેશો વચ્ચે રમાનાર આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવી શકે છે. 

Champions Trophy : ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે મહોમ્મદ શમી! આ ખતરનાક ખેલાડીની થશે એન્ટ્રી

Champions Trophy : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ રમાશે. બંને દેશો વચ્ચે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યાથી શરૂ થશે. ત્યારે આ મેચમાં ભારતીય ટીમમાં ફરેફાર જોવા મળી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આરામ આપવામાં આવી શકે છે. 

મોહમ્મદ શમીની જગ્યાએ આ બોલરને મળી શકે છે મોકો

ન્યૂઝીલેન્ડની ટીમમાં પાંચ મજબૂત બેટ્સમેનોની હાજરીને કારણે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ મેચમાં મોહમ્મદ શમીની જગ્યાએ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. અર્શદીપ સિંહે બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સાથે ઘણી પ્રેક્ટિસ કરી છે. 

કોચે આપ્યો સંકેત 

23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચમાં મોહમ્મદ શમીને ત્રીજી ઓવર પછી જ ફિઝિયો દ્વારા જમણા પગમાં સારવાર કરાવવી પડી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન ખેલાડીઓના હાવબાવ પરથી એવું લાગી રહ્યું હતું કે ભારત સેમિફાઇનલ પહેલા મોહમ્મદ શમીને બ્રેક આપી શકે છે. કેએલ રાહુલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે એ કહી શકાય નહીં કે વિનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર થશે કે નહીં, પરંતુ આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોઈશે સંકેત આપ્યો હતો કે બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર થઈ શકે છે.

ઋષભ પંત કેમ થયો ટીમની બહાર ?

આ સિવાય ભારતના સહાયક કોચ રેયાન ટેન ડોઇચે કહ્યું કે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત માટે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો બહારથી જોવી મુશ્કેલ છે, પરંતુ આ જ તો રમત છે. છેલ્લી બે ગ્રુપ મેચોથી ઋષભ પંત પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે, જ્યારે કેએલ રાહુલે વિકેટકીપર છે. મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરવાની સાથે તેણે વિકેટ પાછળ પણ પોતાનું કામ સારી રીતે કર્યું હતું. રેયાન ટેન ડોઇચે કહ્યું, 'કેએલનું પ્રદર્શન સારું રહ્યું છે. તેને ઘણી તકો મળી નથી કારણ કે અમારે રિષભને તૈયાર રાખવાનો હતો. અમને ખબર નથી કે તેની ક્યારે જરૂર પડશે, પરંતુ ટીમમાં બે મહાન વિકેટકીપર હોવું સારું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news