IPLના ઈતિહાસમાં આ 7 ટીમનો રહ્યો છે દબદબો, જાણી લો કયા વર્ષે કોને હરાવી કઈ ટીમ થઈ હતી વિજેતા

IPL Winners List: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એક નવો વિજેતા જાહેર થયો છે.  IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત 7 ટીમો ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવી શકી છે.  જોકે, આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં લાંબા સમય પછી 8મી ટીમ ચેમ્પિયન બની છે.

IPLના ઈતિહાસમાં આ 7 ટીમનો રહ્યો છે દબદબો, જાણી લો કયા વર્ષે કોને હરાવી કઈ ટીમ થઈ હતી વિજેતા

IPL Winners List: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં એક નવો ઈતિહાસ રચાયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) માંથી એક પણ ટીમ આજદીન સુધી એક પણ ટ્રોફીમાં વિજેતા બની શકી નહોતી. આજે નવો ઈતિહાસ રચાયો છે. 

આજે IPLમાં 8મી ચેમ્પિયન ટીમ મળશે
આજે સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ રમાવાની શરૂ થઈ હતી. આ મેચ જીતનાર ટીમ IPL ના ઇતિહાસમાં 8મી ચેમ્પિયન ટીમ બનવાનું ગૌરવ મેળવશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) બંને માટે IPL ટ્રોફી જીતવાનો આ 18મો પ્રયાસ છે. 

અત્યાર સુધી ફક્ત આ 7 ટીમોએ IPL ટ્રોફી જીતી 
મુંબઈ ઇન્ડિયન્સે 2013, 2015, 2017, 2019 અને 2020 ના IPL ટાઇટલ મેળવ્યા છે. મુંબઈ 5 વાર વિજેતા બની છે.  ચેન્નાઈ સુપર કિંગ્સે 2010, 2011, 2018, 2021 અને 2023 માં IPL ટાઇટલ જીત્યા છે. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા 5-5 IPL ટ્રોફી સાથે સૌથી સફળ IPL કેપ્ટન છે. કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) એ 3 (2012, 2014 અને 2024) ટાઇટલ જીત્યા છે. ગુજરાત ટાઇટન્સે 1 IPL ટાઇટલ (2022) જીત્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) IPL 2016 માં ચેમ્પિયન બન્યું હતું. ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ (DC) IPL 2009 માં અને રાજસ્થાન રોયલ્સ IPL 2008 માં ચેમ્પિયન બન્યું હતું.

IPL ચેમ્પિયન્સની યાદી
2008 : રાજસ્થાન રોયલ્સ (ચેન્નઈને 3 વિકેટથી હરાવ્યું)

2009 : ડેક્કન ચાર્જર્સ (બેંગલુરુને 6 રનથી હરાવ્યું)

2010 : ચેન્નઈ સુપર કિંગ્સ (મુંબઈને 22 રનથી હરાવ્યું)

2011 : ચેન્નઈ સુપર કિંગ્સ (બેંગલુરુને 58 રનથી હરાવ્યું)

2012 : કોલકાતા નાઈટ રાઇડર્સ (ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું)

2013 : મુંબઈ ઇન્ડિયન્સ (ચેન્નઈને 23 રનથી હરાવ્યું)

2014 : કોલકાતા નાઈટ રાઇડર્સ (પંજાબને 3 વિકેટથી હરાવ્યું)

2015 : મુંબઈ ઇન્ડિયન્સ (ચેન્નઈને 41 રનથી હરાવ્યું)

2016: સનરાઇઝર્સ હૈદરાબાદ (બેંગલુરુને 8 રનથી હરાવ્યું) રન)

2017 : મુંબઈ ઈન્ડિયન્સ (રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને ૧ રનથી હરાવ્યું)

2018: ચેન્નાઈ સુપર કિંગ્સ (સનરાઇઝર્સ હૈદરાબાદને ૮ વિકેટથી હરાવ્યું 

2019: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નાઈને ૧ રનથી હરાવ્યું) 

2020: મુંબઈ ઈન્ડિયન્સ (દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટથી હરાવ્યું) 

2021: ચેન્નાઈ સુપર કિંગ્સ (કોલકાતા નાઈટ રાઇડર્સને ૨૭ રનથી હરાવ્યું) 

2022: ગુજરાત ટાઇટન્સ (રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટથી હરાવ્યું)

2023: ચેન્નાઈ સુપર કિંગ્સ (ગુજરાત ટાઇટન્સને ૫ વિકેટથી હરાવ્યું (ડીએલએસ પદ્ધતિ)) 

2024: કોલકાતા નાઈટ રાઇડર્સ (સનરાઇઝર્સ હૈદરાબાદને ૮ વિકેટથી હરાવ્યું) 

IPLના ઇતિહાસમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સની ટીમો ૩૬ વખત એકબીજા સામે ટકરાઈ છે, જેમાં બંને ટીમોએ ૧૮-૧૮ મેચ જીતી છે.  2025 IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હાથ ઉપર છે. 18 એપ્રિલે વરસાદથી પ્રભાવિત મેચમાં પંજાબે શરૂઆતનો મુકાબલો જીત્યો હતો, પરંતુ બેંગ્લોરએ બે દિવસ પછી 7 વિકેટથી જીત મેળવીને બદલો લીધો હતો. ક્વોલિફાયર-1 માં પંજાબને મોટો ફટકો પડ્યો, જ્યાં RCB એ PBKS ને ફક્ત 101 રનમાં ઓલઆઉટ કરી દીધું અને 10 ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન મજબૂત  કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news