VIDEO: છોટાઉદેપુરના બોડેલી પાસે બે બાઈક સામસામે અથડાતાં સર્જાયુ અકસ્માત, એકનું મોત

સમગ્ર રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેની પાછળ મોટાભાગે જવાબદાર કારણો લોકોની બેદરકારી, મોટા વાહનોની અવરજવર, ઓવરસ્પીડ હોય છે. તેવામાં છોટાઉદેપુરના બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માત થયો. બે બાઈક સવાર સામસામે અથડાયા. અકસ્માત એવો ગંભીર હતો કે એક બાઈક ચાલકનું મોત થયું છે જ્યારે અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. મૃતક સિહોદ ગામનો હોવાનું જણાય છે. છોટાઉદેપુરના આ અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. 

Trending news