Video: ભાજપ હટાઓ દેશ બચાઓ...ભાજપના જ દિગ્ગજ નેતાએ કરી એવી પોસ્ટ...હડકંપ મચી ગયો

ભાવનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અને સિનિયર બીજેપી નેતા યોગેશ બદાણીની એક વિવાદિત પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. યોગેશ બદાણીનીના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પરથી 'BJP હટાવો દેશ બચાવો' જેવી કડક અને સીધી ભાજપ વિરોધી પોસ્ટ થતા સમગ્ર ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. યોગેશ બદાણીની પોસ્ટથી ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચા જાગી છે. પોસ્ટ મુક્યાને ગણતરીની મિનિટોમાં તેને ડીલીટ પણ કરવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના ચર્ચામાં આવ્યા બાદ યોગેશ બદાણીએ ફેસબુક અકાઉન્ટ હેક થયાનું નિવેદન આપ્યું છે.

Trending news