Video: તમારા બાળકને સાચવો...આ જુઓ ખૂંખાર કૂતરાએ કેવી રીતે નાના બાળક પર કર્યો હુમલો
અમરેલીના ચિતલ નજીક આવેલા જશવંત ગઢ ગામ આસપાસ માનવભક્ષી શ્વાન ના એક ટોળાનો આતંક છે.. આ વિસ્તારના ખુંખાર શ્વાન બાળકોને નિશાન બનાવે છે.. ગઈકાલે જશવંત ગઢ નજીક આવેલ એક બાયોકોલ ફેક્ટરીમાં કામ કરતા એક શ્રમીક પરિવારના બાળક પર શ્વાને કરેલ હુમલાના કાળજું કંપાવે તેવા સીસીટીવી ફેટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટના બાદ અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.