Video: ઉત્તરાખંડમાં કુદરતી આફતમાં પાટણના 12 યાત્રિકો ફસાયા, ચારધામની યાત્રાએ ગયા હતા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી કુદરતી હોનારતે ફરી એકવાર રાજ્યને ધ્રૂજાવી દીધું છે. આ હોનારતમાં કેટલાં લોકોનો જીવ ગયો તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ આ કુદરતી આપદા કેમ આવી તેનો અંદાજ વૈજ્ઞાનિક લગાવી રહ્યા છે. કેમ કે આ આફતે ધરાલી ગામને તહેસનહેસ કરી નાંખ્યું છે. રોડ-રસ્તા, હોટલ, મકાનો બધું જ તેમાં ધ્વસ્ત થઈ ગયું છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં અનેક યાત્રિકો ફસાવાના સમાચાર વચ્ચે ગુજરાતના 12 જેટલા લોકો ફસાયા હોવાની માહિતી છે.