રાહુલ ગાંધીના અત્યંત ગંભીર આરોપો, વોટર લિસ્ટ મુદ્દે શું કહ્યું? જુઓ Video
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. રાહુલે ગુરૂવાર (7 ઓગસ્ટ) એ પત્રકાર પરિષદ દરમિયાન ચૂંટણીને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે ભાજપ પર મતની ચોરીનો આરોપ પણ લગાવ્યો છે. રાહુલે કહ્યું કે પહેલા ઈલેક્ટ્રોનિક મશીનો નહોતા, તેમ છતાં એક દિવસમાં દેશભરમાં ચૂંટણી થઈ જતી હતી, પરંતુ હવે તેવું નથી.