મોગરાની ભીની-ભીની સુગંધ મન પ્રસન્ન કરી દે છે.
મોગરાનો છોડ ગાર્ડનમાં જ નહીં બાલ્કનીમાં કુંડામાં પણ વાવી શકાય છે.
વરસાદી વાતાવરણમાં આ છોડ ઝડપથી ઉગી જાય છે.
જો ઘરે મોગરાનો છોડ હોય પણ તેમાં ફુલ ન આવતા હોય અથવા ઓછા આવતા હોય તો આ કામ કરી શકાય છે.
તડકો ન મળે તો ફુલ નથી આવતા તેથી તડકો નીકળે ત્યારે મોગરાના છોડને તડકામાં રાખી દો.
છોડમાં ફુલ ન આવે તો માટીમાં છાણ, વાર્મ કોમ્પોસ્ટ, કોકોપીટ અને ભુરભુરી માટી મિક્સ કરી દો.
ચોમાસામાં મોગરાના છોડમાં વધારે પાણી ન નાખવું.
છોડમાં ફુલ ન આવતા હોય તો છોડના વધારાના પાન, સુકા પાનને સાફ કરો.