હાઈ બ્લડ પ્રેશરનો દુશ્મન છે આ શક્તિશાળી ડ્રાઈ ફ્રૂટ, ખાવાની સાથે BP થઈ જશે નોર્મલ!

બીમારી

આજકાલ લોકો ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યાં છે, જેમાં હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બીપી પણ સામેલ છે. હાઈ બીપીને લોકો સામાન્ય સમજી નજરઅંદાજ કરતા હોય છે.

પરંતુ આ એટલી સામાન્ય નથી કે તમે તેનું ધ્યાન ન રાખો. હાઈ બીપીને કારણે તમને હાર્ટ એટેક, કિડનીની બીમારી અને આંખની બીમારીઓ પણ થઈ શકે છે.

આમ તો તમને તે માટે બજારમાં ઘણી દવાઓ મળી જશે, પરંતુ તમે જાણીને ચોકી જશો કે ઘરમાં રાખેલું એક ડ્રાઈ ફ્રૂટ બીપીમાં મદદરૂપ થઈ શકે છે.

આ ડ્રાઈ ફ્રૂટ અંજીર છે. જો તમને હાઈ બીપીની બીમારી છે તો અંજીર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

દરરોજ અંજીર ખાવાથી તમારૂ બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે. ન વધે છે ન ઘટે છે. અંજીરમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે નેચરલ રીતે બીપી ઘટાડે છે.

પોટેશિયમના આ ગુણને કારણે ડોક્ટર હાઈ બીપીના દર્દીઓને પોટેશિયમથી ભરપૂર ફૂડ્સ ખાવાની સલાહ આપે છે.

હકીકતમાં પોટેશિયમ શરીરની અંદર રહેલ એક્સ્ટ્રા નમકને બહાર કાઢે છે અને બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

બીપી કંટ્રોલ કરવાની સાથે અંજીર અન્ય બીમારીને પણ દૂર કરે છે, જેનાથી હાર્ટ હેલ્ધી રહે છે અને પાચન સારૂ રહે છે.

તેવામાં જો તમને હાઈ બીપીની સમસ્યા છે તો દરરોજ અંજીરનું સેવન કરવાથી ફાયદો મળી શકે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.