સ્થૂળતા આજના સમયની સામાન્ય સમસ્યા છે. આ સમસ્યાના શિકાર લાખો લોકો થઈ ચુક્યા છે.
જો કે નિયમિત વોકિંગ કરીને વજન ઘટાડી શકાય છે.
પરંતુ પ્રશ્ન એવો હોય છે કે વજન ઘટાડવા માટે રોજ કેટલું ચાલવું જરૂરી છે ?
સામાન્ય રીતે રોજના 10 હજાર સ્ટેપ્સ વેટ લોસ માટે બેસ્ટ માનવામાં આવે છે.
પરંતુ વધારે વજનના કારણે આટલું ન ચાલી શકાય તો 7 થી 8 હજાર સ્ટેપ્સ પણ પુરતા છે.
રોજ 7 થી 8 હજાર સ્ટેપ ચાલવાથી 250 થી 400 કેલેરી બર્ન થાય છે.
રોજ વોક કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. અને ફેટ ઓછું થાય છે.
સવારે અને સાંજે વોક કરવાથી બ્લડ પ્રેશર અને બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
જો કે વોક કરવાની શરુઆત દરેક વ્યક્તિએ 5000 સ્ટેપ્સથી કરી ધીરે ધીરે સંખ્યા વધારવી જોઈએ.