ભારતનું સૌથી સસ્તું શહેર કયું છે?

જીવન

આજકાલ દરેક ઈચ્છે છે કે જીવન સારી રીતે પસાર થાય, પરંતુ ખર્ચ ઓછો થાય.

તેવામાં જ્યારે વાત આવે છે ક્યાંય રહેવાની, તો સૌથી પહેલા મગજમાં આવે છે કયું શહેર સૌથી સસ્તું છે?

રિસર્ચ પ્રમાણે ભારતનું સૌથી સસ્તું શહેર તિરૂવનંતપુરમ છે. આવો જાણીએ આ શહેરને કેમ સસ્તું શહેર માનવામાં આવે છે.

તિરૂવનંતપુરમ, કેરલની રાજધાની, જ્યાં તમારે સારી જીવનશૈલી માટે ઓછો ખર્ચ કરવો પડશે.

અહીં મકાનનું ભાડું, ભોજન, ટ્રાન્સપોર્ટ અને જીવન જરૂરીયાતની વસ્તુઓ દેશના ઘણા મોટા શહેરો કરતા લગભગ 30-40 ટકા સસ્તી મળે છે.

અહીં 1BHK ફ્લેટનું ભાડું લગભગ 7થી 10 હજાર રૂપિયા છે, જે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોથી ઓછું છે.

ખાવા-પીવાની વસ્તુ જેમ કે શાકભાજી, ફળ અને ઘરેલું સામાન પણ અહીં સરળતાથી અને ઓછા ભાવે મળી જાય છે.

અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછી કિંમતમાં મળી જાય છે. શહેરનો માહોલ પણ સારો છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.