જ્યારે આપણે રેલવેમાં સફર કરીએ કે રેલવે લાઇનની પાસેથી પસાર થઈએ તો એક વસ્તુ દરેકનું ધ્યાન ખેંચે છે ટ્રેનના પાટાઓ વચ્ચે આસપાસ પડેલા નાના-નાના પથ્થર.
ઘણા લોકો વિચારતા હશે કે રેલવે ટ્રેક પર આ પથ્થર કેમ નાખવામાં આવે છે.
રેલવે ટ્રેકની નીચે જે પથ્થર નાખવામાં આવે છે, તેને ટેક્નિકલ ભાષામાં બેલાસ્ટ કહેવામાં આવે છે.
આ ખાસ પ્રકારના મજબૂત પથ્થર હોય છે, જે સામાન્ય રીતે ગ્રેનાઇટ જેવા પથ્થરોથી બનાવવામાં આવે છે.
ટ્રેન જ્યારે ઝડપી ગતિથી ચાલે છે તો તેના પૈંડાથી જમીન પર વધુ દબાવ અને ધ્રૂજારી થાય છે.
આ પથ્થર તે દબાણને સંતુલિત કરે છે અને પાટાઓને પોતાની જગ્યાએ ટકાવી રાખે છે.
જો વરસાદ થાય કે ટ્રેક પર પાણી ભરાય તો આ પથ્થર પાણીને નીચે જમીન સુધી પહોંચાડવામાં મદદ કરે છે, જેનાથી ટ્રેક જલ્દી ખરાબ થતો નથી.
જો ટ્રેકની પાસે ઘાસ-છોડ ઉગી જાય તો તેનું મેન્ટેનન્સ કરવામાં મુશ્કેલી આવે છે. આ પથ્થર ઘાસ ઉગતું રોકે છે અને ટ્રેકને સાફ રાખે છે.
આ જાણકારી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.