દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સ્કિન પર હંમેશા ગ્લો રહે અને સ્કિન ડલ ન દેખાય.
સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે લોકો અલગ અલગ વસ્તુ ચહેરા પર અપ્લાય કરતા હોય છે.
પરંતુ આજે તમને જે વસ્તુ વિશે જણાવીએ છીએ એ વસ્તુ જેવું રીઝલ્ટ આજ સુધી તમને મળ્યું નહીં હોય.
ચહેરા પર તુરંત ગ્લો લાવવો હોય તો બટેટાનો ફેસપેક ટ્રાય કરો. તેનાથી સ્કિન 5 મિનિટમાં રુપાળી દેખાશે.
બટેટાનો ફેસપેક અપ્લાય કરવાથી સ્કિન અંદરથી ક્લીન થાય છે, ડાઘ દુર થાય છે અને સ્કિન પણ ગ્લો કરવા લાગે છે.
તેના માટે બટેટાને ખમણી તેનો રસ કાઢો. તેમાં લીંબુના રસના 2-3 ટીપાં ઉમેરો. તૈયાર કરેલા મિશ્રણને સ્કિન પર અપ્લાય કરો.
આ ફેસપેક સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો.