તહેવારો સમયે ત્વચા પર તુરંત નિખાર લાવવા માટે તમે તુલસીના ફેસપેક ચહેરા પર લગાડી શકો છો.
આ ફેસ પેકથી ડેડ સ્કિન સેલ્સ રીમૂવ થશે અને સ્કિન સુંદર દેખાશે.
જો તમે તુલસીના આ ફેસપેક ચહેરા પર લગાડો છો તો ખીલની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
ચહેરા પર ડાઘ-ધબ્બાની સમસ્યા હોય તો પણ આ ફેસપેક લગાડી શકાય છે. તુલસીના આ ફેસપેકથી ત્વચા પર નેચરલ નિખાર વધે છે.
સૌથી પહેલા તુલસીના થોડા પાન લઈ તેની પેસ્ટ બનાવો. તેમાં થોડું દહીં મિક્સ કરી ચહેરા પર લગાડો.
દહીં અને તુલસી લગાડ્યાની 20 મિનિટ પછી ચહેરો સાફ કરી લો.
તુલસીના પાનનો રસ પણ તમે લગાડી શકો છો. સપ્તાહમાં 3 દિવસ તુલસીના પાન આ રીતે ચહેરા પર લગાડવાના હોય છે.