શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને આ મહિનામાં ઘણા લોકો એકટાણા, ઉપવાસ કરતા હોય છે.
વ્રત દરમિયાન શરીરમાં કામ કરવાની એનર્જી રહે તે જરૂરી હોય છે.
આજે તમને એવી હેલ્ધી સ્મુધી વિશે જણાવીએ જે ઉપવાસમાં પી શકાય છે.
સવારે આ સ્મુધી પી લેશો તો સાંજ સુધી ભુખ નહીં લાગે. આ સ્મુધી પીવાથી શરીરમાં શક્તિ વધશે.
ઉપવાસ સ્પેશિયલ સ્મુધી બનાવવા માટે 4 ખજૂર, 5 કાજુ, 3 બદામ, 1 કેળુ, એલચી પાવડર, 1 ચમચી ખાંડ, 1 ગ્લાસ દૂધ, 4 પિસ્તા લેવા.
સૌથી પહેલા ખજૂર, કાજુ, બદામ, પિસ્તાને થોડા દૂધમાં પલાળી દેવા. સ્મુધી બનાવવા માટે મિક્સર જારમાં કેળા, દૂધ, ખાંડ અને પલાળેલા ડ્રાયફ્રુટ મિક્સ કરી ક્રશ કરો.
આ સ્મુધીમાં તમે ચિયા સીડ્સ પણ ઉમેરી શકો છો.
આ સ્મુધીનો એક ગ્લાસ સવારે પી લેવાથી સાંજ સુધી કંઈ ખાવું નહીં પડે.