Cleaning Tips: જીન્સ પર લાગેલા કીચડના ડાઘ આ રીતે ઝડપથી સાફ થશે, ચોમાસામાં કામ આવશે આ ટ્રિક

કપડા પર કીચડ

ચોમાસામાં ધ્યાન રાખવા છતાં ઘણીવાર કપડા પર કીચડ ઉડે છે અને ડાઘ પડી જાય છે.

કીચડવાળું જીન્સ

સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે જીન્સ કીચડવાળું થઈ જાય. કારણ કે જીન્સ પરથી કીચડ સાફ કરવું મુશ્કેલ થઈ જાય છે.

ચોમાસામાં કામ લાગે એવી ટ્રિક

આજે તમને ચોમાસામાં કામ લાગે એવી ટ્રિક્સ વિશે જણાવીએ જેને અપનાવી તમે ચિંતામુક્ત થઈ શકો છો.

કપડાને સુકાઈ જવા દો

સૌથી પહેલા કીચડવાળા કપડાને સુકાઈ જવા દો. ત્યારબાદ તેના પર બ્રશ ઘસો જેથી માટી ખરી જાય.

ડાઘ દુરનો ઉપાય

કીચડના કારણે થયેલા ડાઘ દુર કરવા માટે ટુથબ્રશનો ઉપયોગ કરી શકાય છે.

ડીટર્જન્ટ લિક્વિડ

ટુથબ્રશને ડીટર્જન્ટ લિક્વિડમાં બોળી અને ડાઘ પર સારી રીતે રગડો. તેનાથી ડાઘ ઝડપથી આછા થઈ જશે.

બેકિંગ સોડા

જીન્સને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે.

જીન્સ ધોવા

ડિટર્જન્ટ પાવડર અને બેકિંગ સોડાને મિક્સ કરી જીન્સને ધોવાથી ડાઘ ઝડપથી નીકળી જાય છે.