Nankhatai: એકદમ ઈઝી છે ઘરે નાનખટાઈ બનાવવી, આ માપ સાથે બનાવો તો પહેલીવારમાં પરફેક્ટ બનશે

નાનખટાઈ

નાનખટાઈ નાના-મોટા સૌ કોઈને ભાવતી હોય છે. નાનખટાઈ ઘરે બનાવવી એકદમ ઈઝી છે.

ઘરે નાનખટાઈ કેવી રીતે બનાવવી?

આજે તમને વસ્તુઓના પરફેક્ટ માપ સાથે ઘરે નાનખટાઈ કેવી રીતે બનાવવી.

નાનખટાઈની સામગ્રી

1 કપ મેંદો, અડધો કપ ખાંડનો પાવડર, અડધો કપ ઘી, 2 ચમચી રવો, 2 ચમચી ચણાનો લોટ, 1 નાની ચમચી બેકિંગ સોડા, એલચી પાવડર અને બદામ-પિસ્તાની કતરણ લેવી.

ક્રીમી વાઈટ મિશ્રણ

સૌથી પહેલા એક બાઉલમાં ઘી અને ખાંડ લઈ ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી ક્રીમી વાઈટ મિશ્રણ તૈયાર ન થઈ જાય.

બેકિંગ સોડા

અન્ય એક બાઉલમાં મેંદો, રવો, ચણાનો લોટ અને બેકિંગ સોડા સારી રીતે મિક્સ કરો.

એલચી પાવડર

લોટના મિશ્રણને ઘી અને ખાંડમાં મિક્સ કરો. ધ્યાન રાખવું કે લોટમાં ગાંઠા ન રહે. સાથે તેમાં એલચી પાવડર મિક્સ કરો.

નાનખટાઈનો શેપ

લોટને બરાબર ગુંથી લો અને જો લોટ ડ્રાય લાગતો હોય તો થોડું ઘી ઉમેરવું. લોટમાંથી નાનખટાઈનો શેપ બનાવી ગ્રીસ કરેલી ટ્રેમાં રાખો.

માઈક્રોવેવમાં બેક કરો

નાનખટાઈ ઉપર બદામ-પિસ્તાની કતરણ છાંટી દો અને ટ્રેને માઈક્રોવેવમાં બેક કરવા મુકો.

નાનખટાઈ બેક કરો

નાનખટાઈનો રંગ ચેન્જ થાય અને થોડી ફુલી જાય ત્યાં સુધી બેક કરવી.