Cooking Tips: તવા પર નહીં ચોંટે ઢોસા કે ચીલા, ટ્રાય કરજો મીઠાની આ જોરદાર ટ્રિક

તવા પર ઢોસા અને ચીલા ચોંટી જાય

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે લોઢાના તવા પર ઢોસા અને ચીલા ચોંટી જાય છે.

જોરદાર ટ્રીક

આજે તમને એકદમ સરળ અને જોરદાર ટ્રીક જણાવીએ જેને ફોલો કરી તમે પરફેક્ટ પુડલા કે ઢોસા ઉતારી શકશો.

ઢોસો તવા પર ચોંટી જાય છે ?

ઘણીવાર એવું થાય છે કે ઢોસાનું બેટર સારી રીતે સ્પ્રેડ થાય છે પણ ઢોસો તવા પર ચોંટી જાય છે.

લોઢી પર મીઠું છાંટો

આવું ન થાય તે માટે જ્યારે લોઢીને ગરમ કરો ત્યારે તેના પર મીઠું છાંટી ચારેતરફ સારી રીતે ફેલાવો.

તવો સાફ કરી લો

મીઠાનો રંગ બદલી જાય પછી નોર્મલ કપડાથી તવો સાફ કરી લો.

તેલ લગાડવું

ત્યારપછી તવા પર બ્રશની મદદથી તેલ લગાડવું અને ફરીથી નમક છાંટી દેવું.

કુકીંગ ટીપ્સ

તેલ ગરમ થાય એટલે કપડાની મદદથી તવો સાફ કરી લેવો.

ઢોસા તવા પર ચોંટશે નહીં

આ રીતે લોઢીને મીઠા વડે સાફ કરી તવા પર ઢોસા બનાવશો તો ઢોસા તવા પર ચોંટશે નહીં.