હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. કેલ્શિયમ એક એવું મિનરલ છે, જે આપણા હાડકાને મજબૂતી આપવા સાથે દાંતની મજબૂતી માટે પણ જરૂરી છે.
કેલ્શિયમની કમી પૂરી કરવા માટે બજારમાં ઘણા સપ્લીમેન્ટ્સ મળે છે. એટલું જ નહીં ઘણા શાક અને ડ્રાઈ ફ્રૂટ્સમાં કેલ્શિયમ સારી માત્રામાં મળે છે.
આ ડ્રાઈ ફ્રૂટ્સમાં બદામ પણ છે. બદામમાં જોવા મળતા પોષક તત્વોમાં કેલ્શિયમ પણ હોય છે. બસ તેનું સેવન કરવાની સાચી રીત ખ્યાલ હોવી જોઈએ.
આજે અમે તમને જણાવીશું કે બદામનું કઈ રીતે સેવન કરી તમે શરીરમાં કેલ્શિયમ લેવલ વધારી શકો છો.
જો તમે દરરોજ દૂધ પીવો છો તો તેને બદામના દૂધ સાથે રિપ્લેસ કરી શકો છો. બદામનું દૂધ કેલ્શિયમનો સારો સોર્સ છે.
આલમંડ બટર પણ કેલ્શિયમનો સારો સોર્સ છે. તમે બદામના બટરને બ્રેડ પર લગાવી કે તેને સ્મૂધીમાં નાખી ખાય શકો છો.
બદામથી બનેલી વસ્તુઓ કેલ્શિયમની કમી પૂરી કરવા માટે તમે સેવન કરી શકો છો.
તમે બદામને દલિયા કે ઓટ્સમાં નાખીને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. દલિયા અને ઓટ્સથી તમને ફાઇબર ભરપૂર માત્રામાં મળશે.
આજ સુધી તમે ઘણા લોટ વિશે સાંભળ્યું હશે, પરંતુ તમે તમારા ભોજનમાં બદામના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
પેનકેક, મંફિસ જેવી સ્વીટ ડિશ બનાવવામાં પણ તમે મેદાના ઉપયોગની જગ્યાએ બદામના લોટનો ઉપયોગ કરી શકો છો.
જો તમે સલાડનું સેવન કરો તો તેમાં પણ બદામ મિક્સ કરી શકો છો. તે તમને કેલ્શિયમની સાથે વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં આપે છે.
ડિસ્ક્લેમરઃ બદામનું સેવન તમારે સીમિત માત્રામાં કરવું જોઈએ. જો કોઈ વસ્તુનું સેવન સેવન કરવામાં આવે તો હાનિકારક સાબિત થઈ શકે છે.