Recipe: ડુંગળી-લસણ વિનાનું શક્કરીયાનું ચટપટું શાક બનાવવાની રીત, દહીંની ગ્રેવીવાળું શાક આંગળા ચાટીને ખાશે લોકો

શક્કરીયાનું શાક

શ્રાવણ મહિનામાં લસણ-ડુંગળી વિનાનું સ્વાદિષ્ટ શાક બનાવવું હોય તો એકવાર આ રીતે શક્કરીયાનું શાક બનાવજો.

સામગ્રી

શક્કરીયાનું શાક બનાવવા માટે શક્કરીયા, ટમેટા, દહીં, મરચા-આદુની પેસ્ટ, જીરું, લાલ મરચું, હીંગ, લીલા ધાણા, મરી પાવડર, મીઠું અને તેલની જરૂર પડશે.

ટમેટા અને દહીં

સૌથી પહેલા ટમેટાના ટુકડા કરી તેમાં આદુ, મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો. સાથે એક બાઉલમાં દહીં લઈ તેમાં મરચું પાવડર ઉમેરી ફેંટી લો.

શક્કરીયા ઉમેરો.

શક્કરીયાની છાલ ઉતારી તેના ટુકડા કરી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ વઘારે તેમાં શક્કરીયા ઉમેરો.

ટમેટાની પેસ્ટ

શક્કરીયા થોડા કુક થઈ જાય એટલે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી મિડિયમ ફ્લેમ પર કુક કરો. 1 મિનિટ પછી તેમાં પાણી ઉમેરી શક્કરીયા બફાઈ જાય ત્યાં સુધી કુક કરો.

દહીંની પેસ્ટ

શક્કરીયા કુક થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું દહીંની પેસ્ટ ઉમેરો અને 10 મિનિટ કુક કરી ગેસ બંધ કરો.

લીલા ધાણા ઉમેરી સર્વ કરો

ગરમાગરમ શક્કરીયાનું શાક લીલા ધાણા ઉમેરી સર્વ કરો.