Pahadi Chai: ઘરે બેઠા પહાડી ચા ની મજા માણવી હોય તો આ મસાલો ઉમેરી બનાવો ચા

ચા

પહાડોમાં મળતી ચા તેના સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે.

મસાલા

આ ચા બનાવતી વખતે તેમાં જે મસાલા ઉમેરવામાં આવે તે હેલ્થ માટે પણ લાભકારી હોય છે.

મસાલા

પહાડી ચા બનાવવામાં તજ, એલચી, ચા પત્તી અને આદુનો યુઝ કરવામાં આવે છે.

સુકા ફુલ

આ ઉપરાંત તેમાં બુરાંશના સુકા ફુલ પણ ઉમેરવામાં આવે છે જેના કારણે તેનો રંગ અને ટેસ્ટ અલગ જ થઈ જાય છે.

દોઢ કપ પાણી

ઘરે પહાડી ચા બનાવવી હોય તો એક પેનમાં દોઢ કપ પાણી લેવું અને તેમાં તુલસી, આદુ, તજ, એલચી અને ખાંડ ઉમેરો.

1 કપ જેટલું બચે

પાણી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી 1 કપ જેટલું ન બચે.

2 મિનિટ

ત્યારપછી તેમાં ચા પત્તી અને દૂધ ઉમેરી 2 મિનિટ ઉકાળો.

ગરમાગરમ ચા રેડી

ત્યારબાદ ગરમાગરમ ચા સર્વ કરવા માટે રેડી હશે.