Recipe: વ્રતમાં રાજગરાના થેપલા-પુરી ખાઈને કંટાળી ગયા છો તો ટ્રાય કરો ઝટપટ બનતા ફરાળી પુડલા

સોમવારનું વ્રત

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં ભક્તો વ્રત કરતા હોય છે ખાસ તો સોમવારનું વ્રત કરવામાં આવે છે.

ફરાળી પુડલા

વ્રત દરમિયાન જો તમે ફરાળી લોટના થેપલા, પુરી ખાઈને કંટાળી ગયા છો તો ફરાળી પુડલા ટ્રાય કરી શકો છો.

સ્વાદિષ્ટ પુડલા

શિંગોડાના લોટમાંથી સ્વાદિષ્ટ પુડલા બનાવવા માટે આ સ્ટેપ ફોલો કરો.

સામગ્રી

1 કપ શિંગોડાનો લોટ, 1 મરચું, તેલ અથવા ઘી, સિંધવ મીઠું અને પાણી

લીલા મરચાંની પેસ્ટ

સૌથી પહેલા એક મોટા બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.

પુડલાનું ખીરું

ત્યારપછી તેમાં થોડું તેલ ઉમેરી પાણી ઉમેરી પુડલાનું ખીરું તૈયાર કરો.

ઘી લગાડો

ગેસ પર નોનસ્ટીક પેન ગરમ કરી તેના પર થોડું ઘી લગાડો અને પછી પુડલો ઉતારો.

બંને તરફ શેકી લો

પુડલા એક તરફથી શેકાય જાય એટલે કિનારા પર થોડું થોડું ઘી લગાડી બંને તરફ શેકી લો.

ચા સાથે સર્વ કરો

શિંગોડાના લોટના પુડલા ચટણી સાથે, દહીં સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો.