Beauty Tips: ઉંમર વધશે પણ ચહેરા પર નહીં દેખાય અસર, 40 પછી અપનાવી લેવી આ 7 આદતો

વધતી ઉંમર

વધતી ઉંમર એક નેચરલ પ્રક્રિયા છે. જેને કોઈ રોકી શકે નહીં. પરંતુ કેટલીક આદતોને અપનાવીને તેની અસરને ઘટાડી શકાય છે.

40 વર્ષની ઉંમર

40 વર્ષની ઉંમર પછી યોગ્ય આહાર, જીવનશૈલી અને સારી આદતોને અપનાવી લેવાથી ત્વચા પર દેખાતી ઉંમરની અસરને અટકાવી શકાય છે.

સંતુલિત આહાર

વધતી ઉંમરમાં શરીરને વધારે પોષણની જરૂર પડે છે. તેથી રોજ સંતુલિત આહાર લેવો જેમાં ફળ, લીલા શાકભાજી, અનાજ, નટ્સ અને પ્રોટીન હોય.

પુરતા પ્રમાણમાં પાણી

સ્કિનને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવવા માટે અખરોટ, બ્લુબેરી જેવી એન્ટી ઓક્સીડન્ટ વાળી વસ્તુઓ ડાયટમાં સામેલ કરો અને પુરતા પ્રમાણમાં પાણી પીવું.

ત્વચાને નુકસાન

વધારે માત્રામાં ખાંડનું સેવન શરીરની સાથે ત્વચાને નુકસાન કરે છે. મીઠી વસ્તુઓ હાર્ટ પ્રોબ્લેમનું કારણ પણ બની શકે છે.

સ્ટ્રેસ ઘટાડવાનો પ્રયત્ન કરો

સ્ટ્રેસના કારણે ચહેરા પર કરચલીઓ ઝડપથી પડી જાય છે. તેથી ધ્યાન, યોગ અને મેડિટેશન કરી સ્ટ્રેસ ઘટાડવાનો પ્રયત્ન કરો.

ફિઝિકલ એક્ટિવિટી કરો

રોજ 30 મિનિટ કોઈને કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો. જેમકે વોકિંગ, યોગા કે કોઈપણ લાઈટ એક્સરસાઈઝ

વ્યસન છોડી દો

સ્મોકિંગ સહિતના વ્યસન ત્વચા માટે નુકસાનકારક છે. તેનાથી ચહેરા પર ઝડપથી કરચલીઓ દેખાવા લાગે છે. તેથી વ્યસન હોય તો તેને છોડી દો.

7 થી 8 કલાકની ઊંઘ

રોજ 7 થી 8 કલાકની ઊંઘ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. રાત્રે સુવાનો અને સવારે જાગવાનો સમય નક્કી કરો અને રુટીન ફોલો કરો.