GK Quiz: દુનિયાના કયા શહેરને કહેવામાં આવે છે વ્હાઇટ કેપિટલ

રાજધાની

કોઈપણ દેશની રાજધાની ત્યાંની ઓળખ હોય છે.

દુનિયામાં ઘણી યુનિક કેપિટલ સિટીઝ છે. પરંતુ અશગાબાદ શહેર પોતાનામાં ખાસ છે.

અશગાબાદ એશિયન દેશ તુર્કમેનિસ્તાનનું કેપિટલ શહેર છે.

અશગાબાદને વ્હાઇટ કેપિટલ કે સફેદ રાજધાની પણ કહેવામાં આવે છે.

તમે વિચારી રહ્યાં હશો કે આખરે અશગબાદને આવું નામ કેમ આપવામાં આવે છે.

હકીકતમાં અશગાબાદની મોટા ભાગની ઈમારતોનો રંગ સફેદ છે, કારણ કે આ બિલ્ડિંગ્સ વ્હાઇટ માર્બલથી બનેલી છે.

અશગાબાદ શહેરનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે, કારણ કે અહીં સૌથી વધુ વ્હાઇટ બિલ્ડિંગ્સ છે, જેની સંખ્યા 500થી વધુ છે.

વર્ષ 2018મા એવા સમાચાર આવ્યા હતા કે તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિએ અશગાબાદમાં બધા કલરની કાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને માત્ર સફેદ કાર ચલાવવાને મંજૂરી આપી હતી.

આટલી વધુ સફેદ ઈમારતો જોવા તમે અશગાબાદ જશો તો તમને અહીં માણસો ઓછો જોવા મળશે, આ કારણ છે કે તેને ઘોસ્ટ સિટી કે ભૂતોનું શહેર પણ કહેવામાં આવે છે.