8th pay commissionમા ત્રણ ગણો વધી જશે કર્મચારીઓનો પગાર, ક્યારથી થશે લાગૂ- જાણો અપડેટ
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચના ચેરમેનની નિમણૂંક અને ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર) ને અંતિમ રૂપ અપાય તેની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો પોતાના વેતન અને પેન્શનમાં મોટા વધારાની પ્રતીક્ષા કરી રહ્યાં છે.
Trending Photos
Government Employees Salary Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની પ્રતીક્ષા કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે હજુ પંચની નિમણૂંક અને ટર્મ્સ ઓફ રેફરન્સ અંગે કોઈ જાહેરાત કરી નથી. કેન્દ્રીય મંત્રીમંડળે આ વર્ષની શરૂઆતમાં આઠમાં પગાર પંચને મંજૂરી આપી હતી. આઠમું પગાર પંચ 2027મા લાગૂ થવાની આશા છે. તેનાથી ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. પરંતુ સત્તાવાર ટર્મ્સ ઓફ રેફરન્સ, અધ્યક્ષ અને પંચના સભ્યોની જાહેરાત હજુ થઈ નથી.
આઠમું પગાર પંચ શું છે?
પગાર પંચ એ ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવતી સમયાંતરે કવાયત છે. તે ફક્ત સરકારી કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થાં જ નહીં, પરંતુ પેન્શન અને નિવૃત્તિ લાભોને પણ અસર કરે છે. 8મો પગાર પંચ 2016 માં લાગુ કરાયેલા 7મા CPC ને બદલશે. CPC ભલામણોના મૂળમાં પે મેટ્રિક્સ છે, જે એક સિસ્ટમ છે જે સેવાના સ્તર અને વર્ષોના આધારે પગાર નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર, જે નવા મૂળભૂત પગાર પર પહોંચવા માટે હાલના પગારને ગુણાકાર કરે છે, તે 8મા CPC હેઠળ 2.57 (7મા CPC હેઠળ) થી વધારીને 2.86 થવાની અપેક્ષા છે.
કેટલો વધે છે પગાર
ઉદાહરણ માટે વેતન લેવલ 1ના કર્મચારી, જે વર્તમાનમાં 18000નું મૂળ વેતન મેળવી રહ્યાં છે, તેને 51480 સુધીનો લાભ થઈ શકે છે. તો લેવલ 2ના કર્મચારીઓને 19900થી 56914 સુધીનો લાભ થઈ શકે છે. લેવલ 3ના કર્મચારીઓ 21,700થી વધી 62062 મળી શકે છે. લેવલ 6 પર મૂળ વેતન 35400થી વધી 1 લાખ રૂપિયા સુધી થઈશ કે છે. જ્યારે એન્ટ્રી લેવલના IAS અને IPS અધિકારીઓ સહિત સ્તર 10ના કર્મચારીઓને 56100થી 1.6 લાખ સુધીનો લાભ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે