Petrol Rate In Gujarat: સવાર સવારમાં ગુજરાતમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાઈ ગયા?, એક લીટર પેટ્રોલનો ભાવ જાણો
Petrol Rate In Gujarat: જો તમે સવાર સવારમાં બહાર જવાનું વિચારી રહ્યા હોવ કે ઓફિસ જવા માટે તમારા પોતાના વાહનનો ઉપયોગ કરતા હોવ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કર્યા વગર ન નીકળતા. જાણો લેટેસ્ટ રેટ.
Trending Photos
પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે સસ્તા થશે કે ક્યારે સરકારી કંપનીઓ તરફથી ખુશખબર મળશે તેના પર કહેવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ ભાવ વિશા વાત કરીએ તો 30મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે ખાસ જાણો. આમ તો સરકારી કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફર કર્યો નથી પરંતુ સામાન્ય 2 5 પૈસાની વધઘટ જોવા મળતી હોય છે. જાણો ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલના શું ભાવ છે.
ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ
આમ તો ગુજરાતમાં એક લીટર પેટ્રોલનો ભાવ સરેરાશ 94.97 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 90.65. ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલના ભાવ શું છે તે પણ ખાસ જાણો.
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 94.30 89.97
સુરત 94.57 90.26
રાજકોટ 94.70 90.39
વડોદરા 94.13 89.80
અન્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 94.72 | 87.62 |
મુંબઈ | 103.44 | 89.97 |
કોલકાતા | 103.94 | 90.76 |
ચેન્નાઈ | 100.85 | 92.44 |
બેંગ્લુરુ | 102.86 | 89.02 |
લખનઉ | 94.65 | 87.76 |
નોઈડા | 94.87 | 88.01 |
ગુરુગ્રામ | 95.19 | 88.05 |
ચંડીગઢ | 94.24 | 82.4 |
પટણા | 105.18 | 92.04 |
કઈ બાબતોના આધારે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?
પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે.
1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ
2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત
3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.
ગુજરાતમાં આજે પેટ્રોલ-ડીઝલમાં બે પાંચ પૈસાની વધઘટ, જાણો શું છે લેટેસ્ટ રેટ?#Petrol #PetrolPrice #PetrolPriceToday #Diesel #DieselPrice #DieselPriceToday #Fuel #FuelPrice #FuelPriceToday #Gujarat pic.twitter.com/dU0LYXRGPn
— Zee 24 Kalak (@Zee24Kalak) May 30, 2025
તમારા સુધી કેવી રીતે પહોંચે છે પેટ્રોલ-ડીઝલ?
1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે.
2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે.
3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે.
4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.
આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો-
તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે