TMKOC : તારક મહેતાનો આ એક્ટર છે અસલી 'પોપટલાલ'...44 વર્ષે પણ છે કુંવારો

TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો ઘર ઘરમાં ફેમસ છે, આ શોનું દરેક પાત્ર ખૂબ ફેમસ છે. શોમાં શરૂઆતથી જ બતાવવામાં આવી રહ્યું છે કે પોપટલાલ કુંવારો છે અને તેના લગ્ન નથી થઈ રહ્યા. જો કે, પોપટલાલે રિયલ લાઈફમાં લગ્ન કરી લીધા છે, પરંતુ આ શોમાં કામ કરતો એક એક્ટર રિયલ લાઈફ પોપટલાલ છે. તે 44 વર્ષની ઉંમરે પણ કુંવારો છે.

TMKOC : તારક મહેતાનો આ એક્ટર છે અસલી 'પોપટલાલ'...44 વર્ષે પણ છે કુંવારો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું દરેક પાત્ર ખૂબ ફેમસ છે. શોમાં શરૂઆતથી જ બતાવવામાં આવી રહ્યું છે કે પોપટલાલ કુંવારો છે અને તેના લગ્ન નથી થઈ રહ્યા. હવે આ શોમાં કામ કરી રહેલા એક એક્ટરે જણાવ્યું છે કે તે રિયલ લાઈફ પોપટલાલ છે. તેની ઉંમર 44 વર્ષની છે અને તે હજુ પણ સિંગલ છે.

આ એક્ટર બીજું કોઈ નહીં પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અય્યરની ભૂમિકા નિભાવી રહેલા તનુજ મહાશબ્દે છે. તમને જણાવી દઈએ કે તનુજના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લગ્ન થઈ ગયા છે. તેની પત્નીનું નામ બબીતા ​​છે, જે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ છે. પરંતુ હકીકતમાં આ એક્ટર હજુ પણ કુંવારો છે. 

તનુજ મહાશબ્દે હજુ સિંગલ 

પોતાના મેરેજ ના થવા અંગે વાત કરતાં તનુજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'હું રિયલ લાઈફ પોપટલાલ છું. હા, મારી પડદા પર સુંદર પત્ની છે પરંતુ અંગત જીવનમાં હું હજુ પણ સિંગલ છું. હું વાસ્તવિક જીવનમાં પોપટલાલ છું. હું હજી પરણ્યો નથી. પરંતુ મને આશા છે કે કંઈક સકારાત્મક બનશે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેની વ્યસ્ત પ્રોફેશનલ લાઈફને કારણે તે પોતાની પર્સનલ લાઈફ પર ધ્યાન આપી શકતો નથી, તો તેણે જવાબ આપ્યો - કદાચ, મને તેનું કારણ ખબર નથી.

તનુજ મહાશબ્દેએ પોતાના કામના અનુભવ પર આ વાત કહી

તનુજે દિલીપ જોશી સાથે કામ કરવાના અનુભવ વિશે પણ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, જ્યારે શો શરૂ થયો ત્યારે મારા માટે સાઉથ ઈન્ડિયન પાત્ર ભજવવું ખૂબ જ પડકારજનક હતું. હું ખૂબ જ ઝડપથી પંક્તિઓ બોલતો હતો. દિલીપ જોશીએ એક તબક્કે મને મદદ કરી. અસિત મોદીએ પણ મને ઘણી મદદ કરી. તેનાથી મને એટલી મદદ મળી કે હું રોલમાં સેટ થતો ગયો. હવે મારી બોલવાની રીત અને બોડી લેંગ્વેજ સાઉથ ઈન્ડિયન બની ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news