Tamannaah Bhatia: તમન્ના ભાટિયા અને વિજય વર્માના બ્રેકઅપનું કારણ આવ્યું સામે, આ જીદના કારણે બંને થઈ ગયા અલગ
Tamannaah Bhatia-Vijay Varma breakup: બોલીવુડના વધુ એક કપલનું બ્રેકઅપ થઈ ગયું છે. આ કપલ છે તમન્ના ભાટિયા અને વિજય વર્મા. બંનેના બ્રેકઅપની ખબરો પછી હવે બ્રેકઅપનું કારણ શું છે તે ચર્ચામાં છે.
Trending Photos
Tamannaah Bhatia-Vijay Varma breakup: તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ થઈ ગયું છે. આ ખબર સામે આવી ત્યારથી બંનેના ચાહકો પણ આશ્ચર્યચકિત છે. છેલ્લા બે વર્ષથી બંને એકબીજાની સાથે હતા અને ઇન્ડસ્ટ્રીની દરેક પાર્ટીથી લઈને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક અંદાજમાં ફોટો શેર કરતા હતા. જોકે બ્રેકઅપ થતા જ બંને એકબીજાના સોશિયલ મીડિયા પરથી પોસ્ટ ડીલીટ કરી નાખી છે. તમન્ના ભાટિયા અને વિજય વર્મા લસ્ટ સ્ટોરી ટુ ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. તે સમયે તો બંનેએ પોતાના સંબંધોને છુપાવી રાખ્યા પરંતુ ધીરે ધીરે દુનિયાની સામે બંને એકબીજાની સાથે રહેવા લાગ્યા.
તમન્ના ભાટિયા અને વિજય વર્માની જોડીને લોકો પણ પસંદ કરતા હતા. તેવામાં તેમનું બ્રેકઅપ શા માટે થયું તે વાત પણ હવે ચર્ચામાં આવી છે. બ્રેકઅપ થયું તે પહેલાથી જ બંને વચ્ચે મનમુટાવ થવા લાગ્યા હતા તેવું ચર્ચા રહ્યું છે. વાત એવી પણ સામે આવી હતી કે કામના કારણે બંને એકબીજાને સમય આપી શકતા ન હતા. આ બંને કારણ સિવાય અન્ય એક કારણ પણ સામે આવ્યું છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્નની વાતને લઈને બંને વચ્ચે બ્રેકઅપ થયું છે. બોલીવુડની ગલીઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે તમન્ના ભાટિયા અને વિજય વર્મા થોડા અઠવાડિયા પહેલા જ અલગ થઈ ગયા પરંતુ બંને એકબીજાના સારા મિત્ર બની રહેવા માંગે છે અને હાલ પોતાના કામમાં મહેનત કરી રહ્યા છે. તમન્ના અને વિજય વચ્ચે લગ્નની વાતને લઈને બ્રેકઅપ થયું હોવાની પણ ચર્ચાઓ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમન્ના 33 વર્ષની છે અને હવે તે લગ્ન કરવા માંગે છે તેના પરિવારના લોકો પણ ઇચ્છતા હતા કે તમન્નાના લગ્ન થઈ જાય. પરંતુ 38 વર્ષીય વિજય વર્મા લગ્ન માટે તૈયાર નથી. લગ્ન કરવાની જીદને લઈને બંને વચ્ચે વિવાદ થતો હતો અને આ વિવાદ એટલો વધી ગયો કે બંનેએ અલગ થવાનું નક્કી કરી લીધું. જોકે હજુ સુધી તમન્ના કે વિજય તરફથી બ્રેકઅપ ને લઈને કોઈ જ વાત કરવામાં આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે