'ચિઠ્ઠીના કોઈ સંદેશ કહાં તુમ ચલે ગયે...', અમદાવાદ પહોંચતા જ અંજલિબેનનું હૈયાફાટ રૂદન, VIDEO જોઈ રહી પડશો!
Ahmedabad Air India plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન થયું છે. આજે વિજય રૂપાણીના પત્ની અંજલિબેન આજે લંડનથી ગાંધીનગર તેમના આવાસ પર પહોંચ્યા હતા. જ્યા તેઓ ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે.
Trending Photos
Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં 241 લોકોના મોતની એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે. 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ પ્લેનમાં સવાર હતા. એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ થયો છે. મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ મુસાફરો હતા. 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો પ્લેનમાં હતા. બપોરે 1:38 કલાકે વિમાને લંડન જવા ઉડાન ભરી હતી. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ AI-171 પ્લેન ક્રેશ થયું હતુ.
વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
સ્વર્ગસ્ત વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ અમદાવાદ પહોંચતાં જ ચૌધાર આંસું એ રડી પડ્યા હતા. અંજલિ રૂપાણી એરપોર્ટથી રવાના થશે. 3 જૂનના અંજલિ રૂપાણી લંડન ગયા હતા. CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ એરપોર્ટ હાજર રહ્યા. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સવાર હતા.
પ્લેન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીનું દુખદ અવસાન, પતિને યાદ કરીને ધ્રુકે- ધ્રુસકે રડી પડ્યા અંજલીબેન.... #anjalibenrupani #VijayRupani #ahmedabadplanecrash #planecrash #airindia #airindiaplanecrash #AhmedabadAirport #airindia320 #meghaninagar #live #Livevideo #ZEE24KALAK pic.twitter.com/9jj5cQgXT7
— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2025
જણાવી દઈએ કે, અંજલિ રૂપાણી લંડનમાં હતા અને તેમની પાસે વિજય રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ સમાતાર મળતા જ અંજલિબેન લંડનથી ગુજરાત પરત ફર્યા છે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. તેઓ ગાંધીનગર સ્થિત ઘરની બહાર આંખોમાં આસું અને ખૂબ જ દુ:ખી દેખાઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીએ પત્ની અંજલિ રુપાણી સાથે 3 જૂને વિદેશ પ્રવાસ માટે ટિકિટ બૂક કરાવી હતી. પત્ની પહેલેથી લંડન પહોંચી ગયા હતા પણ વિજયભાઈએ પંજાબ અને ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે પોતાનો પ્રવાસ મુલતવી કર્યો હતો. જોકે, લંડન જવાની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનની ટિકિટ કરાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે