Gopal Italia Net Worth: આટલી સંપત્તિના માલિક છે ગોપાલ ઈટાલિયા, જાણો ઘર-ગાડી-જમીન વિશે દરેક માહિતી
Visavadar By Election Result: ગોપાલ ઈટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને હરાવી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવી છે. ત્યારે આજે અમે તમને ગોપાલ ઈટાલિયા કેટલા રૂપિયાની સંપત્તિના માલિક છે તેની માહિતી આપીશું.
Trending Photos
Gopal Italia: આમ આદમી પાર્ટી માટે આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17 હજાર કરતા વધુ મતે જીત મેળવી લીધી છે. હવે પોતાના આક્રમક ભાષણ માટે જાણીતા ગોપાલ ઈટાલિયાની હવે વિધાનસભામાં ગુંજ જોવા મળશે. તેવામાં આજે અમે તમને ગોપાલ ઈટાલિયા કેટલી સંપત્તિના માલિક છે તેની માહિતી આપીશું.
પેટાચૂંટણીમાં શાનદાર જીત
આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ વિસાવદરની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કારમો પરાજય આપ્યો છે. છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં હારતી ભારતીય જનતા પાર્ટીએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના પ્રચાર માટે હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ વિસાવદરમાં પ્રચાર કર્યો હતો. પરંતુ વિસાવદરની જનતાએ ગોપાલ ઈટાલિયા પર વિશ્વાસ વ્યક્ત કરી વિધાનસભા મોકલ્યા હતા.
ગોપાલ ઈટાલિયાની સંપત્તિ
વિસાવદર પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ સાથે જમા કરાવેલા એફિડેવિટમાં ગોપાલ ઈટાલિયાની સંપત્તિ વિશે કેટલીક જાણકારી સામે આવી હતી. એફિડેવિટ અનુસાર ગોપાલ ઈટાલિયા પાસે જમીન કે મકાન નથી. ગોપાલ ઈટાલિયાએ પોતાની સંપત્તિ 14.18 લાખ હોવાનું જણાવ્યું છે. ગોપાલ ઈટાલિયા પાસે બીએ અને એલએલબીની ડિગ્રી છે. અત્યારે તેઓ એલ.એલ.એમનો અભ્યાસ કરી રહ્યાં છે.
ગોપાલ ઈટાલિયા પાસે નથી ઘર
વિસાવદર પેટાચૂંટણીમાં જીત મેળવી ધારાસભ્ય બનનાર ગોપાલ ઈટાલિયા પાસે એકપણ ઘર નથી. છેલ્લા પાંચ વર્ષમાં તેમની આવક 4.39 લાખથી લઈને વધુમાં વધુ 5.88 લાખ સુધીની હોવાનું સામે આવ્યું છે. આ સિવાય એફિડેવિટ પ્રમાણે ગોપાલ ઈટાલિયા પાસે એકપણ ફોર વ્હીલ નથી. માત્ર 30 હજારની કિંમતનું એક બાઇક છે.
આટલા રૂપિયાના માલિક છે ગોપાલ ઈટાલિયા
ચૂંટણી એફિડેવિટ પ્રમાણે ગોપાલ ઈટાલિયા પાસે 14.18 લાખની સંપત્તિ છે. આ સિવાય તેમની પત્નીના ખાતામાં 1846 રૂપિયા છે.
ગોપાલ ઈટાલિયાની સંપત્તિની વિગતો
- 7.53 લાખ રૂપિયાની કિંમતનું 70 ગ્રામ સોનું
- 37000 રૂપિયાનો મોબાઇલ
- JINC લીગલ ભાગીદારી પેઢીમાં 25000નું રોકાણ
- પરિવાર માટે 28000ની વીમા પોલિસી
- બેંક ખાતામાં 73278 રૂપિયા
- અન્ય ખાતામાં 5000 રૂપિયા
- હાથ પર 4.27 લાખ રૂપિયાની રોકડ
ગોપાલ ઈટાલિયાનો અભ્યાસ
પેટાચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા એફિડેવિટ અનુસાર ગોપાલ ઈટાલિયા પાસે આ ડિગ્રીઓ છે.
- બેચલર ઓપ આર્ટ્સ (BA) ગુજરાત યુનિવર્સિટી, વર્ષ 2016
- એલએલબી (LLB) , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વર્ષ 2023
- LLM, ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી (ચાલી રહ્યું છે)
- વ્યાવસાયો વકીલાત અને લીગલ કન્સલ્ટિંગનો વ્યવસાય કરે છે, જ્યારે પત્ની ગૃહિણી છે.
ઈટાલિયા સામે કયા કયા ગુના છે
આપના ઉમેદવાર સામે બદનક્ષીના બે, ધાર્મિક લાગણીના બે, જાહેરનામાના આઠ, પેપર લીક કાંડના વિરોધમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે ગેરકાયદેસર મંડળી રચી ટોળુ કરી એક સંપ થઈ ગુનો કર્યો, ચેપ્ટર કેસ, સરકારી અનાજ કૌભાંડ ખુલ્લું પાડવા બાબતે ફરજમાં રૂકાવટ, ધમકી આપવી, પરવાના વગર હથિયાર જેવું સાધન વાપરેલ તેવો વિડીયો બનાવી ફરતો થયેલ, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી, ગેરકાયદેસર પ્રવેશ ફરજ રૂકાવટ, ખોટી ઓળખાણ આપવી સહિતના ગુના આપના ઉમેદવાર સામે દાખલ થયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે