ગુજરાતના મેગા ડિમોલિશન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સ્ફોટક વાત, ZEE 24 Kalak સાથે Exclusive વાત
Harsh Sanghvi Exclusive Interview : ઝી 24 કલાક પર ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ... અમદાવાદના ચંડોળા તળાવમાં કરાયેલા મેગા ડિમોલિશનની કામગીરી પર આપ્યા જવાબ
Trending Photos
Gujarat Mega Demolition ચેતન પટેલ/સુરત : ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ZEE 24 કલાક પર ગુજરાતના મેગા ડિમોલિશન અંગે મોટી સ્પષ્ટતા કરી. ZEE 24 કલાકે ગૃહ રાજ્યમંત્રીને ધારાદાર સવાલો પૂછ્યા. તો ચંડોળા કામગીરી અને ગેરકાયદે ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યા. ચંડોળા ડિમોલિશન, લાલા બિહારી અને ચંડોળામાં વ્યવસ્થા પર હર્ષ સંઘવીએ મોટી સ્પષ્ટતા કરી.
ચંડોળાની કામગીરીએ ગૃહ રાજ્યમંત્રીની પ્રતિષ્ઠા વધારી કે ઘટાડી?
વર્ષ 2010 માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલીવાર ત્યાં ડિમોલિશન કરાયું હતું. પરંતું કેટલાક રાજકીય પક્ષો દ્વારા કોર્ટનો સહારો લઈને, કેસોના માધ્યમથી સ્ટે લવાયો હતો. જેને કારણે ફરીથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને ગેરકાદેસર રહેવાનો અવસર મળ્યો. આ માટે રાજ્ય સરકાર લડતી રહી. સ્ટે વેકેન્ડ થતા જ તાત્કાલિક ડિમોલિશનના પ્લાનિંગ શરૂ કરાયા. દેશમાં અનેક રાજ્યોમા આ પ્રકારના મોટા દબાણ દૂર કરાયા છે. પરંતું ભુપેન્દ્ર પટેલની સરકારે સૌથી મોટું કામ કર્યુ. ચંડોળામાં મોટાપાયે જગ્યા ખાલી કરાવાઈ, પ્રોટેક્શન વોલ બાંધવામાં આવી રહી છે. તમારા, મારા જેવાએ કોઈએ ચંડોળામાં પાણી નહિ જોયું હોય. હવે ચંડોળા તળાવમાં પાણી પણ ભરાશે. ચાર મહિના પહેલા કેટલાક બાંગ્લાદેશીઓને અહીંથી પકડ્યા હતા. અમે એ જ વિસ્તારને ધ્વસ્ત કર્યું હતું, જ્યાંથી બાંગ્લાદેશી પકડાયા હતા. અમે એ વિસ્તારને ધ્વસ્ત કર્યો છે, જ્યાં અલ-કાયદાના આતંકવાદી પકડાયા હતા. અમે એ વિસ્તારોને ધ્વસ્ત કર્યા છે, જ્યાંથી ડ્રગ્સ કાર્ટલ પકડાયા હતા. અમે એ વિસ્તારોને ધ્વસ્ત કર્યા છે, જ્યાં મુસ્લિમ સમાજની દીકરીઓને દેહવેપારને ઘકેલાતી હતી. ખૂબ મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઓને પકડવાની સફળતા મળી છે.
ચંડોળાની કામગીરી કેમ બંધ કરી?
આ ઉપજાવેલી વાતો છે. કોઈ કામગીરી બંધ નથી કરી. ફેઝ-1 ની કામગીરી પૂરી થઈ છે, ફેઝ-2 નું કામ ચાલું છે.
મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે શું તમારા માર્કસ વધશે?
આ કામગીરી કોઈ માર્કસ વધારવા કે ઘટાડવા માટેની નથી. મુખ્યમંત્રીની સૂચનાથી આપેલી કામગીરી છે, જે તમામે પૂર્ણ કરવાની હોય.
કોંગ્રેસનો આક્ષેપ ચંડોળા વસાહત આજે જ કેમ દેખાઈ?
કોગ્રેસ હંમેશા ઘૂસણખોરોની સાથે હોય છે. હજી પણ એ જ કરે છે. પણ અમે મક્કમતાથી નિર્ધાર કરીને કામ કરી રહ્યાં છે.
શું આયોજન વગર ડિમોલિશન થયું?
દેશના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલનશ સરળતાથી અને ઓછા સમયમાં પૂર્ણ કરવામાં સરકારને સફળતા મળી છે.
શું સુકા ભેગુ ભીનું પણ બળી ગયું?
એવું તમારું માનવું છે...
લાલા બિહારીનો વરઘોડો નીકળશે?
દરેક ગુનેગારને ગુજરાત પોલીસે સીધા કરવાનો સંકલ્પ લીધો , તેને સાકાર કરવા માટે આગળ વધી રહ્યાં છીએ.
લાલા બિહારી સામે તમે પહેલા કેમ પગલા ના લીધા?
ભાજપની સરકારે તેની વિરુદ્ધ પગલા લીધા છે. ભાજપે 2019 માં પણ તેની સામે પગલા લીધા હતા.
ચંડોળામાં ભારતીય નાગરિકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે?
તળાવ ભરવું જરૂરી છે. સુપ્રિીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ કામ અને વ્યવસ્થા ચાલે છે.
સરકારી જમીનો પર દંબગોનો કબજો છે દબંગો પર કાર્યવાહી ક્યારે?
આખા ગુજરાતમાં પગલા લેવાઈ રહ્યા છે, તમામ જિલ્લાની ડિટેલ માહિતી પ્રાપ્ત કરી રહ્યાં છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે